ક્રિકેટર પાર્થિવ પટેલે પણ હવે વિરાટ કોહલી સામે આપ્યું નિવેદન, કહ્યુ રોહિત બને કેપ્ટન, કોહલીમાં કાબેલીયતનો અભાવ

|

Nov 25, 2020 | 4:37 PM

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચમી વખત ચેમ્પિયન્સ બનાવ્યા પછી રોહિત શર્માને આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની માગ હવે તેજ બની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ચર્ચામાં હવે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનુ પણ બયાન સામે આવ્યુ છે. તેમનુ પણ કહેવુ છે કે, રોહિત શર્માએ ટી20 માં ભારતની કેપ્ટનશીપ નિભાવવી જોઇએ. પાર્થીવનુ કહેવુ છે કે રોહિત […]

ક્રિકેટર પાર્થિવ પટેલે પણ હવે વિરાટ કોહલી સામે આપ્યું નિવેદન, કહ્યુ રોહિત બને કેપ્ટન, કોહલીમાં કાબેલીયતનો અભાવ

Follow us on

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને પાંચમી વખત ચેમ્પિયન્સ બનાવ્યા પછી રોહિત શર્માને આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવાની માગ હવે તેજ બની છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની ચર્ચામાં હવે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનુ પણ બયાન સામે આવ્યુ છે. તેમનુ પણ કહેવુ છે કે, રોહિત શર્માએ ટી20 માં ભારતની કેપ્ટનશીપ નિભાવવી જોઇએ. પાર્થીવનુ કહેવુ છે કે રોહિત શર્મા વધારે શાંત રહે છે. સાથે જ તે ખેલાડીઓને ખુબ જ સપોર્ટ પણ કરે છે, તેમજ તે એ પણ જાણે છે કે મોટી ટુુર્નામેન્ટ કેવી રીતે જીતી શકાય છે. પાર્થિવ આઇપીએલમાં રોહિત અને વિરાટ બંનેની કેપ્ટનશીપમાં રમી ચુક્યો છે. તે ત્રણ વર્ષ સુધી મુંબઇ ઇન્ડિયન્સમાં રહ્યો છે. હવે તે પાછળની ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્ટોર સ્પોર્ટસના શો સ્પોર્ટસ કનેકટેડમાં પાર્થિવ પટેલે આ પ્રકારની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, હું આ બંને ની કેપ્ટનશીપ હેઠળ રમી ચુક્યો છુ. બંનેની સાથે ત્રણ ત્રણ વર્ષ સાથે રહ્યો છુ. એવુ નથી કે હું કોઇ એક કેપ્ટનની સાથે એક જ વર્ષ રમ્યો છુ અને બીજા સાથે કેટલાક વર્ષો. જે રીતે રોહિત શર્મા કેપ્ટનશીપ કરે છે, તે મને પસંદ છે. તે મેદાન પર શાંત રહે છે. દબાણમાં તે શ્રેષ્ઠ નિર્ણય કરે છે. મારા હિસાબ થી ટીમ બનાવવાની રીતે તે એક બહેતર કેપ્ટન છે.

પાર્થિવે કહ્યુ કે, રોહિત પોતાના થી નિર્ણય લેવા માટેની કાબેલિયત રાખે છે. જ્યારે કોહલી અન્ય ખેલાડીઓની સલાહના આધાર પર ટીમની રણનીતી બનાવે છે. તેણે કહ્યુ કે, મેં રોહિત શર્માને મુશ્કેલ સ્થિતીમાં પણ ખુદ નિર્ણય લેતો જોયો છે. જ્યારે વિરાટ બાકીના ખેલાડીઓના ભરોસે રહે છે. જ્યારે પ્રેશર વાળી મેચની વાત આવે છે ત્યારે, રોહિત શર્માની પાસે ટીમને સંભાળવા માટે વધારે અનુભવ છે. તે જે રીતે મોકા પર નિર્ણય કરી લે છે તે ટીમના પક્ષમાં જ જાય છે.

પાર્થિવે કહ્યુ હતુ કે, તે વિરાટના વિરોધમાં નથી. પરંતુ કોહલીને રોહિતની જેમ ટુર્નામેન્ટ જીતવાનુ નથી આવડતુ. તેણે 2017 ની  ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 ના વર્લ્ડ કપનુ ઉદાહરણ આપ્યુ અને કહ્યુ કે, અહી વિરાટ ની કેપ્ટનશીપમાં ટીમ જીતી નથી શકી. પાર્થીવે આ અંગે કહ્યુ હતુ કે, અમે એ નથી કહી રહ્યા કે વિરાટ એક ખરાબ કેપ્ટન છે.

વાત એ છે કે કયા કેપ્ટને વધારે ટુર્નામેન્ટ જીતી છે. ટુર્નામેન્ટ જીતવા માટે તમારે એ જાણવુ જરુરી છે કે, તમે એ ટુર્નામેન્ટ કેવી રીતે જીતશો. હવે વિરાટ કોહલીએ કંઇ નથી જીત્યુ. જ્યારે વાત મુશ્કેલ સ્થિતીની આવે છે ત્યારે તમે નિર્ણય લેવામાં પાછળ રહો છો, જે ભારતીય ટીમની સાથે 50 ઓવર ના વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રરોફી ફાઇનલમાં થયુ હતુ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article