હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો

|

Jan 01, 2020 | 6:29 AM

લાંબા સમયથી ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને મોડલ તથા અભિનેત્રી નતાશા સ્તાકોવિચ સાથેના સંબંધને લઈ ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હાર્દિક પંડયાએ આ તમામ અફવાઓને ખત્મ કરતાં પોતાના સંબંધ વિશે ખુલાસો કરી દીધો છે. નવા વર્ષ પહેલા હાર્દિક પંડયાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી નતાશાની સાથે તસ્વીર શેયર કરીને તેમના સંબંધની પુષ્ટિ કરી છે. Indian cricketer […]

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો

Follow us on

લાંબા સમયથી ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને મોડલ તથા અભિનેત્રી નતાશા સ્તાકોવિચ સાથેના સંબંધને લઈ ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હાર્દિક પંડયાએ આ તમામ અફવાઓને ખત્મ કરતાં પોતાના સંબંધ વિશે ખુલાસો કરી દીધો છે. નવા વર્ષ પહેલા હાર્દિક પંડયાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી નતાશાની સાથે તસ્વીર શેયર કરીને તેમના સંબંધની પુષ્ટિ કરી છે.

 

હાર્દિક પંડ્યાએ તસ્વીર શેયર કરી છે. તેમાં તેમને નતાશાનો હાથ પકડેલો છે. પંડ્યાએ તસ્વીરના કેપ્શનમાં લખ્યું કે ‘Starting the year with my firework’ તેની સાથે જ હાર્દિક પંડ્યાએ દિલનું ઈમોજી પણ બનાવ્યું છે. ત્યારે આ તસ્વીર પર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ, સિદ્ધેશ લાડ, હાર્દિક પંડ્યાની ભાભી પંખુડી શર્મા, અભિનેતા અર્જુન કપુર, સોફી ચૌધરી, ક્રિસ્ટલ ડિસૂજાએ કમેન્ટ કરતાં દિલનું ઈમોજી બનાવ્યું છે. જેનાથી સાફ થઈ રહ્યું છે કે આ જોડી લોકોને ખુબ પસંદ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાર્દિક પંડ્યા અને નાતાશાને લઈ ઓગસ્ટ 2019થી સમાચારો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે કે બંને લોકોને ઘણી વખત એક સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નતાશા હાર્દિકના પરિવારને પણ મળી ચૂકી છે. ત્યારે આ તસ્વીરની સાથે બંનેના સંબંધોને ઓફિશિયલ માનવામાં આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાર્દિક પંડ્યાના 26માં જન્મદિવસ પર નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો, ત્યારબાદથી તે વાતને લઈ વધારે ચર્ચા થવા લાગી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. નતાશા આ પહેલા અભિનેતા અલી ગોનીની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. જેની સાથે તેમને ‘નચ બલીએ’ ટીવી શો પણ સાથે કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાર્દિક પંડ્યાએ આ શો માટે નતાશા માટે વોટની અપીલ કરી હતી. હાર્દિક પંડયાનું નામ આ પહેલા અભિનેત્રી ઈશા ગુપ્તા, ઉર્વશી રોતેલા અને અલી અવરામની સાથે જોડાઈ ચૂક્યુ છે પણ હાર્દિકે ક્યારેય કોઈની સાથે આ તસ્વીરોને શેયર કરી નથી.

આ પણ વાંચો: અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે દારૂનો નશો કરેલા 100થી વધુ નશાખોરોને ઝડપ્યા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:26 am, Wed, 1 January 20

Next Article