Cricket: સૌરવ ગાંગુલીને લઈ કેમ આવ્યો ગ્રેગ ચેપલને ગુસ્સો, વાંચો કેમ કીધો સ્વાર્થી

|

May 21, 2021 | 9:17 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ (Greg Chappell) કોચના કાર્યકાળ દરમ્યાન પણ વિવાદીત ચર્ચામાં રહેતા હતા. ફરી એકવાર તેઓએ ચર્ચામાં રહેવાય તેવુ નિવેદન BCCI અધ્યક્ષને લઇને આપ્યુ છે.

Cricket: સૌરવ ગાંગુલીને લઈ કેમ આવ્યો ગ્રેગ ચેપલને ગુસ્સો, વાંચો કેમ કીધો સ્વાર્થી
Greg Chappell-Sourav Ganguly

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ (Greg Chappell) કોચના કાર્યકાળ દરમ્યાન પણ વિવાદીત ચર્ચામાં રહેતા હતા. ફરી એકવાર તેઓએ ચર્ચામાં રહેવાય તેવુ નિવેદન BCCI અધ્યક્ષને લઇને આપ્યુ છે. ગ્રેગ ચેપલે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને લઇને વાત કહી છે.

ગ્રેગ ચેપલ ના હેડ કોચ રહેતા ભારતીય ટીમ વિશ્વકપ 2007માં ખૂબજ કંગાળ પ્રદર્શન કર્યુ હતુ. ચેપલને ટીમ ઇન્ડીયાના કોચ બનાવવા માટે ગાંગુલીએ જ સંપર્ક કર્યો હતો.

મીડિયા રિપોર્ટસ મુજબ ગ્રેગ ચેપલે એક વાતચીત દરમ્યાન ગાંગુલીને મતલબી શખ્શ ગણાવ્યો હતો. તેમણે તેને ફક્ત પોતાની કેપ્ટનશીપ થી મતલબ હોવાનુ ગણાવ્યુ હતુ. ચેપલે કહ્યુ હતુ કે, ભારતમાં બે વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યા હતા. કેટલીક મુશ્કેલીઓ સૌરવ ગાંગુલીના કેપ્ટન હોવા પર પણ હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગાંગુલી ક્યારેય મહેનત કરવા નહોતો ઇચ્છતો. તે નહોતો ઇચ્છતો કે તેની રમતમાં સુધાર થાય. તે ફક્ત ટીમના કેપ્ટન તરીકે બની રહેવા માંગતો હતો, કારણ કે તે બધુ પોતાના હિસાબ થી ચલાવી શકે.

ગ્રેગ ચેપલે કહ્યુ હતુ કે, રાહુલ દ્રાવિડ (Rahul Dravid) વધારે સારો કેપ્ટન હતો, તે ભારતને સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવા ઇચ્છતો હતો. હું ટીમમાં કેટલીક બાબતોને બદલવા માંગતો હતો, જે મારુ કામ હતુ. બધુ ખરાબ થવા અગાઉ ટીમે દ્રાવિડની કેપ્ટનશીપમાં એક વર્ષ શાનદાર કામ કર્યુ હતુ.

દ્રવિડ ટીમ ઇન્ડીયાને વિશ્વશ્રેષ્ઠ ટીમ બનાવવા માંગતો હતો. જોકે બધા એક જેવુ નહોતો વિચારતા. તેના બદલે તેઓ ટીમમાં બની રહેવા માટે વધારે ધ્યાન આપતા હતા. ચેપલે કહ્યુ, કેટલાક સિનિયર ખેલાડીઓ એ તેનો વિરોધ કર્યો હતો. કારણ કે તેમાં કેટલાંકના કરિયર ખતમ થનારા હતા.

જ્યારે ગાંગુલી ને ટીમ થી બહાર કરવામાં આવ્યો તો કેટલાક ખેલાડીઓને ડર સતાવવા લાગ્યો હતો. જો ગાંગુલી જેવા સિનિયરને બહાર કરવામાં આવી શકે છે તો, કોઇ પણ ખેલાડીને શિકાર બનાવવામાં આવી શકે છે.

આગળ વાત દરમ્યાન ચેપલે ઉમેર્યુ કે, તેને ટીમ ઇન્ડીયાના કોચ બનાવવા માટે ગાંગુલીએ જ સંપર્ક કર્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલીયન ટીમ ના કોચ જોન બુકનાન હતા. આવામાં ગ્રેગ ચેપલે નિર્ણય કર્યો હતો કે, પોતાનો દેશ નહી તો તે વિશ્વની સૌથી મજબૂત ટીમ ભારતના કોચ બનશે.

વર્ષ 2005 થી 2007 ના વર્ષ દરમ્યાન ગ્રેગ ચેપલ ટીમ ઇન્ડીયાના હેડ કોચ પદે રહ્યા હતા. 2007 નો વિશ્વ કપ દરમ્યાન ભારતીય ટીમ રાહુલ દ્રાવિડની કેપ્ટનશીપ હેઠળ રમી હતી, જે દરમ્યાન હેડ કોચ ચેપલ હતા. સચિન તેંડુલકર, રાહુલ દ્રાવિડ, વિરેન્દ્ર સહેવાગ અને અનિલ કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓ ધરાવતી ટીમ વિશ્વકપના પ્રથમ તબક્કામાં જ બહાર થઇ ગઇ હતી.

Next Article