Cricket: શ્રીલંકન ક્રિકેટ બોર્ડને તેના ખેલાડીઓએ ભીંસમાં લીધું, ભારત સામે શ્રેણી પહેલા સન્યાંસની ધમકી

|

May 17, 2021 | 8:03 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આગામી જૂલાઇ માસમાં વન ડે અને ટી20 શ્રેણી રમાનારી છે. જોકે કોરાના સંક્રમણને લઇને આ શ્રેણીના આયોજનને લઇને સંકટમાં છે.

Cricket: શ્રીલંકન ક્રિકેટ બોર્ડને તેના ખેલાડીઓએ ભીંસમાં લીધું, ભારત સામે શ્રેણી પહેલા સન્યાંસની ધમકી
India - Sri Lanka

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આગામી જૂલાઇ માસમાં વન ડે અને ટી20 શ્રેણી રમાનારી છે. જોકે કોરાના સંક્રમણને લઇને આ શ્રેણીના આયોજનને લઇને સંકટમાં છે. જોકે આ પહેલા ક્રિકેટરો અને શ્રીલંકન ક્રિકટ બોર્ડ વચ્ચે તણાવની સ્થિતી નજર આવી રહી છે. શ્રીંલકન ક્રિકટ ટીમ (Sri Lanka Cricket Team) ના ખેલાડીઓએ બોર્ડ સમક્ષ સમય પહેલા જ નિવૃત્તી (Retirement) લેવાની ચિમકી આપી દીધી છે. બોર્ડ દ્વારા નવા અંક આધારીત ગ્રેડીંગ સિસ્ટમને લઇને ક્રિકેટરોના વાર્ષિક કમાણી નક્કિ કરવાનુ નક્કી કર્યું છે. જેને લઇને ખેલાડીઓમાં નારાજગી વર્તાવા લાગી છે.

શ્રીલંકાના ક્રિકેટરોની માંગ છે કે, આ સિસ્ટમને વધારે પારદર્શક બનાવવામાં આવે. સાથે જ તેમને એ પણ બતાવવામાં આવે કે ગ્રેડ આધારે કેવી રીતે તેમને અંક આપવામાં આવશે. તે એ માટે કારણ કે, તેમની કમાણી પર તેની સીધી અસર પડશે. નવી સિસ્ટમ મુજબ ખેલાડી ચાર અલગ અલગ ગૃપમાં વહેંચવામાં આવશે. જેમાં પાછળના બે વર્ષના તેમના ફિટનેશના સ્તર, શિસ્ત, લીડરશીપની કાબેલિયત, ટીમના પ્રત્યે તેમનું કુલ યોગદાન તેમજ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાં તેમના પ્રદર્શનના આધારે પોઇન્ટ આપવામાં આવશે.

આમ નવી પોઇન્ટ સાથેની સિસ્ટમને લઇને ખેલાડીઓ ઇચ્છે છે કે, બોર્ડ આ અંગેનો ખુલાસો કરે કે આ નંબર કેવી રીતે આપવામાં આવશે. જેથી ખેલાડીઓ પુરી પ્રક્રિયાને બારીકાઇથી સમજે અને તે ક્ષેત્રોમાં તેઓ સુધાર કરી શકે, જ્યાં તેમની ક્ષતીઓ હોય. જોકે જે ખેલાડીઓ સન્યાસ લેવાની ધમકી આપી છે, તેમના નામ જોકે હાલમાં જાહેર કરવામાં આવ્યા નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખેલાડીઓની માંગ, પોઇન્ટ આપવાની પ્રક્રિયા પારદર્શક બનાવાય
શ્રીલંકન મીડિયા રીપોર્ટસ અનુસાર શ્રીલંકા ક્રિકેટ કોન્ટ્રાક્ટ નેગોસિએશનમાં ખેલા઼ડીઓના પ્રતિનિધી નિશાનના હવાલાથી જાણકારી મળી છે. દરેક ખેલાડીનું વ્યક્તિગત રુપથી માનવું છે કે, તેમને અંક આપવાની પ્રક્રિયામાં હિસ્સેદાર બનાવવા જોઇએ. પારદર્શીતાથી એકજૂટતા અને સૌહાર્દ પણ આવે છે. આ મામલામાં તમામ ખેલાડી એકજૂટ છે.

તો શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટ સમિતિના સદસ્ય એશ્લે ડિ સિલ્વા એ બતાવ્યુ હતું કે, ખેલાડીઓની માંગ અનુસાર કોન્ટ્રાક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે અમે કોન્ટ્રાક્ટને અંતિમ રુપ આપ્યા બાદ વરિષ્ઠ ખેલાડીઓ સાથે રજૂ કરવાની પ્રક્રિયામાં છીએ. અત્યાર સુધીમાં કોઇ ખેલાડીએ એમ નથી કહ્યુ કે, તે આ કોન્ટ્રાક્ટ પર સાઇન નહી કરે.

Next Article