
ટીમ ઈન્ડિયા 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી રમવા ઉતરશે. ઝિમ્બાબ્વેમાં ભારતનો આ પાંચમો T20 શ્રેણી પ્રવાસ હશે. અત્યાર સુધી ભારતીય ટીમે 2010, 2015, 2016 અને 2024માં અહીં T20 શ્રેણીઓ રમી છે. આ ચાર પ્રવાસ દરમિયાન કુલ 22 ભારતીય ખેલાડીઓએ ઝિમ્બાબ્વેની ધરતી પર પોતાનું T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું છે.
ભારતના 2010ના પ્રથમ ઝિમ્બાબ્વે T20 પ્રવાસમાં ચાર ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. તેમાં વિરાટ કોહલી, આર અશ્વિન, નમન ઓઝા અને અમિત મિશ્રાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને અશ્વિને આ પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની શરૂઆત કરી હતી.
All set for exciting T20I action as Zimbabwe take on India at Harare Sports Club, with the series opener happening this Thursday.#ZIMvIND #ExperienceZimbabwe pic.twitter.com/5GPwMpWmoM
— Zimbabwe Cricket (@ZimCricketv) July 21, 2026
વર્ષ 2015માં ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન છ ખેલાડીઓને તક મળી હતી. મનીષ પાંડે, કેદાર જાધવ, સ્ટુઅર્ટ બિન્ની, અક્ષર પટેલ, સંદીપ શર્મા અને સંજુ સેમસને અહીંથી પોતાની T20 આંતરરાષ્ટ્રીય સફર શરૂ કરી હતી. આમાંથી મોટાભાગના ખેલાડીઓએ હરારેમાં ડેબ્યૂ કર્યું હતું.
2016નો ઝિમ્બાબ્વે પ્રવાસ પણ ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. આ પ્રવાસમાં કેએલ રાહુલ, મનદીપ સિંહ, ઋષિ ધવન, જયદેવ ઉનડકટ, યુઝવેન્દ્ર ચહલ, ધવલ કુલકર્ણી અને બરિન્દર શ્રાને T20 ડેબ્યૂ કરવાની તક મળી હતી.
Finally Come To India Team
– Abhishek Sharma, Nitish Kumar Reddy Debut Against Zimbabwe Series.
– Leader Of The Shubman Gill in India Team .
– Ready To Shine in Blue’s #AbhishekSharma | #NitishReddy | #OrangeArmy | #Teamindia pic.twitter.com/0QsNnQngWo
— Abhishek Sharma Fc (@Abhishek_Fan_) June 24, 2024
ત્યારબાદ 2024ના પ્રવાસમાં પણ પાંચ ભારતીય ખેલાડીઓએ પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, સાઈ સુદર્શન અને તુષાર દેશપાંડે સામેલ હતા. હવે 2025ના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ કેટલાક નવા ખેલાડીઓને તક મળી શકે છે અને આ યાદીમાં નવા નામ ઉમેરાઈ શકે છે.