
RJ મહવશ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. મહવશ માત્ર પોતાના કામને લઈ નહી પરંતુ યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાવવાને કારણે પણ ચર્ચામાં રહે છે.મહવશની હાલમાં રિલીઝ થયેલી વેબસિરીઝ પ્યાર,પૈસા,પ્રોફિટનો ચાહકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ કરીને તેની એક્ટિંગના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા છે. જેમાં તે વ્યક્તિગત સંધર્ષ અને પ્રોફેશનલ સંતુલનને દર્શાવતી જોવા મળી હતી. આ વચ્ચે મહવશ અને યુઝવેન્દ્ર ચહલને લઈ અફવાઓ જલ્દી વાયરલ થઈ રહી છે. બંન્ને અનેક વખત સાથે જોવા મળ્યા છે. જેનાથી તેના સંબંધોને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ બંન્નેમાંથી કોઈએ હજુ સુધી આ વિશે ખુલ્લીને ચર્ચા કરી નથી.
આ અટકળો વચ્ચે ગુરુવારના રોજ અભિનેત્રી અને આરજે મહવશનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકો અવનવું રિએક્શન આપી રહ્યા છે.
હાલમાં આરજે મહવશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક હોટલમાં જોવા મળી રહી છે. આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોટલમાં યુઝવેન્દ્ર ચહલ પણ રોકાયો હતો.પાપારાઝીથી બચવા માટે, મહવશે પોતાનો ચહેરો માસ્કથી છુપાવી દીધો. આ સાથે, તેણે પોતાનું માથું હૂડીથી ઢાંકી દીધું. તે કેમેરા સામે જોતા જલ્દી ચાલતી જોવા મળી હતી અને લિફ્ટ પાસે ઉભી રહી હતી. હાલમાં તો એ સ્પષ્ટ નથી કે, આ હોટલમાં એન્ટ્રી કરી રહી છે કે, પછી હોટલમાંથી બહાર નીકળી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે ‘રિશ્તા તો પક્કા હૈ.’
તમને જણાવી દઈએ કે, આઈપીએલ દરમિયાન આરજે મહવશ યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળે છે. બંન્ને ગત્ત ડિસેમ્બર મહિનાથી સાથએ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ મહવશ યુઝવેન્દ્ર ચહલની સાથે ફોટો પોસ્ટ કરે છે.હંમેશા યુઝવેન્દ્ર ચહલનું મનોબળ વધારતી પણ જોવા મળી છે.