Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યાથી પૂર્વ ક્રિકેટરને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું

|

Oct 13, 2024 | 1:54 PM

મુંબઈમાં શનિવાર મોડી રાત્રે એનસીપી અજીત પવારના જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની હત્યાને લઈ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે બાબા સિદ્દીકીની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યાથી પૂર્વ ક્રિકેટરને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું

Follow us on

મુંબઈમાં શનિવારના રોજ ધમાલ મચી ગઈ છે. કારણ કે, એનસીપીના નેતાની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. એનસીપીના નેતા બાબા સિદ્દીકીને ગોળી મારતા નેતાને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે થઈ જ્યારે તે દિકરો અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર દશેરા સેલિબ્રેટ કરી રહ્યા હતા. બાબા સિદ્દીકીનું નામ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં સામેલ છે.

બાબા સિદ્દીકીના રાજનેતા સાથે સેલિબ્રિટિ સાથે પણ સારા સંબંધો હતા. કારણ કે, નેતાની હત્યાના સમચારા સામે આવતા જ અનેક બોલિવુડ સ્ટાર લીલાવતી હોસ્પિટલ નેતાને મળવા પહોંચી ગયા હતા. ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે નેતાની હત્યાને દુખદ ગણાવી છે. તેમજ તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો
જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos
રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર
ચોંકાવનારૂ ! ભારતનું એક એવું ગામ જ્યાં લોકો નથી પહેરતા બુટ કે ચપ્પલ
પગમાં દેખાતા આ લક્ષણોમાં છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, જાણો કઈ રીતે

 

 

જાણો શું કહ્યું યુવરાજ સિંહ

બાબા સિદ્દીકીના મોતને લઈ યુવરાજ સિંહને જાણ થતાં મોડી રાત્રે 2 કલાકે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું બાબા સિદ્દીકી સામાન્ય લોકો માટે કામ કરતા હતા. તેની દરિયાદિલી માટે તેને યાદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી પર 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં એક ગોળી તેના પેટમાં વાગી હતી.

કોણ હતા બાબા સિદ્દીકી જાણો

બાબા સિદ્દીકી દર વર્ષે ઈદ પર ઈફ્તાર પાર્ટી માટે જાણીતા હતા. તેની આ પાર્ટી ખુબ ચર્ચામાં રહેતી હતી. કારણ કે, આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટી આવતા હતા.તે એક બિલ્ડર તરીકે પણ કામ કરતા હતા. તેનો પરિવાર મૂળ બિહારના ગોપાલગંજનો રહેવાસી છે. તેના પિતા અંદાજે 50 વર્ષ પહેલા ગોપાલગંજથી મુંબઈ આવ્યા હતા અને ઘડિયાળ બનાવવાનું કામ કર્યું હતુ.

બાબા સિદ્દીકીએ મુંબઈમાં શરુઆતમાં વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં શરુઆત કરી હતી. ત્યારબાદ બે વખત મ્યુનિસિપલ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થયા અને 1999,2004 અને 2009માં 3 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તે મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો મોટો ચહેરો હતો. અંદાજે 48 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ તેઓ એનસીપીમાં જોડાયા હતા.

Next Article