BCCIની આવકનાં આંકડા જોઇ દંગ રહી જશો, પાકિસ્તાન બોર્ડ કરતા પાંચ ગણી અને શ્રીલંકા કરતા 37 ગણી વધારે આવક

|

May 29, 2021 | 5:37 PM

શ્રીલંકા અને ઝીમ્બાબ્વે ના બોર્ડ કરતા 37 ગણી વધારે આવક BCCI ઘરાવે છે. પાકિસ્તાન કરતા પાંચ ગણી આવક BCCI કરી રહ્યુ છે. બોર્ડની આવકમાં સૌથી વધારે આવક IPL દ્રારા મળી રહી છે.

BCCIની આવકનાં આંકડા જોઇ દંગ રહી જશો, પાકિસ્તાન બોર્ડ કરતા પાંચ ગણી અને શ્રીલંકા કરતા 37 ગણી વધારે આવક
BCCI

Follow us on

વિશ્વમાં ક્રિકેટ (Cricket)ના પ્રત્યે પ્રેમ કરનારા ચાહકોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. ક્રિકેટ પ્રત્યેના આકર્ષણને પોષવા માટે ક્રિકેટ બોર્ડનુ પણ મહત્વનુ યોગદાન રહેતુ હોય છે. આ માટે લખલૂટ ખર્ચ પણ ક્રિકેટ બોર્ડ કરતુ હોય છે. જોકે સવાલ એ પણ જન્મતો હોય છે કે, તો પછી બોર્ડ પાસે ખર્ચને પહોંચી વળવા આવક પણ કેવી રહેતી હશે. તો ભારતીય ક્રિકેટ બોર્ડની આવક (BCCI)ના આંકડા જોઇ દંગ રહી જશો.

કેટલાક ક્રિકેટ બોર્ડએ તો આવક ને વધારવા માટે ક્રિકેટ લીગ શરુ કરી છે. જેમાં BCCI દ્રારા આયોજીત IPL ખૂબ જ આકર્ષણ ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી IPL દ્રારા BCCI ને ખૂબ કમાણી થતી હોય છે. આમ BCCI સહિત કયુ ક્રિકેટ બોર્ડ કેટલી આવક ધરાવે છે, કરીએ એક નજર.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ

આવકના મામલામાં 10 મો નંબર ધરાવે છે. શ્રીલંકાનુ ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board) 100 કરોડ રુપિયાની આસપાસ આવક માંડ રળે છે. જોકે હાલની શ્રીલંકાની સ્થિતી ખૂબ જ કથળેલી છે. કોરાના કાળને લઇને પણ બોર્ડે ખૂબ નુકશાન વેઠ્યુ છે. આ માટે જ બીસીસીઆઇ હાલમાં ભારત શ્રીલંકા વચ્ચેની વધારાની શ્રેણી રમવા માટે તૈયાર થયુ છે. જેથી શ્રીલંકન બોર્ડને મદદ મળી શકે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ

બોર્ડની આવક 113 કરોડ રુપિયા છે. ઝીમ્બાબ્વે (Zimbabwe) ની ટીમ જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારુ પ્રદર્શન નથી કરી રહી. જેની અસર સીધી રીતે ક્રિકેટ બોર્ડની આવક પર થઇ રહી છે.

વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ

આવકના મામલામાં વેસ્ટઇન્ડીઝ (West Indies) ક્રિકેટ બોર્ડ 8 માં ક્રમાંકે છે. જે વિશ્વમાં સૌથી જૂના ક્રિકેટ બોર્ડ પૈકી એક છે. વેસ્ટ ઇન્ડીઝનુ ક્રિકેટ બોર્ડ 116 કરોડ રુપિયાની કમાણમી કરે છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ

સાતમા ક્રમાંકની આવક ધરાવતુ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની સ્થિતી ઝીમ્બાબ્વે અને શ્રીલંકા ના પ્રમાણમાં થોડીક સારી છે. ક્રાઇસ્ટચર્ચ સ્થિત ન્યુઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ બોર્ડ 210 કરોડની આવક ધરાવે છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા

ત્રણ દાયકા પહેલા જ સ્થાપના કરાયેલા દક્ષિણ આફ્રિકાનુ ક્રિકેટ બોર્ડ (Cricket South Africa) આવકની બાબતમાં છઠ્ઠુ સ્થાન ઘરાવે છે. આફ્રિકા 485 કરોડ રુપિયાની આવક ધરાવે છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ

ઢાકા સ્થિત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) ની આવક આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઇન્ડીઝ ના પ્રમાણમાં ઘણી સારી છે. બાંગ્લાદેશ 802 કરોડ રુપિયા ની આવક ધરાવે છે. તેની ગણના વિશ્વના પાંચમાં નંબર ના અમીર ક્રિકેટ બોર્ડમાં થાય છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

શોર વધારે અને દેખાડો પણ એટલો જ વધારે પણ આવકના મામલામાં એક હજાર કરોડની ક્લબમાં પણ PCB સામેલ થઇ શક્યુ નથી. તે માંડ 811 કરોડના આંકડે છે. જે ભારતના પ્રમાણમાં પાંચ ગણી ઓછી આવક ધરાવતુ ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન (Pakistan)નુ છે.

ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ

વિશ્વના અમીર ક્રિકેટ બોર્ડમાં ગણના થાય છે. વિશ્વમાં ત્રણ જ ક્રિકેટ બોર્ડ 1 હજાર કરોડ થી વધુ આવક ધરાવે છે, જેમાં ECB સામેલ છે. ECB ની આવક 2135 કરોડ રુપિયાની છે. સૌથી ધનિક બોર્ડના મામલામાં તે બીજા ક્રમાંક નુ બોર્ડ છે. તેનુ હેડક્વાર્ટર લોર્ડઝમાં છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા

ક્રિકેટના અમીર બોર્ડમાંથી એક એટલે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia). તેની આવક 2843 કરોડ છે. જે વિશ્વના સૌથી જૂના ક્રિકેટ બોર્ડ પૈકી એક છે. જેની સ્થાપના 1905માં થઇ હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

વાત વિશ્વના સૌથી ધનીક બોર્ડની, શ્રીલંકા અને ઝીમ્બાબ્વે ના બોર્ડ કરતા 37 ગણી વધારે આવક BCCI ઘરાવે છે. પાકિસ્તાન કરતા પાંચ ગણી આવક BCCI કરી રહ્યુ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ની આવક 3730 કરોડ રુપિયા છે. બોર્ડની આવકમાં સૌથી વધારે આવક IPL દ્રારા મળી રહી છે. ધનાઢ્ય ગણાતા આ બોર્ડના ક્રિકેટરો પણ એટલા જ માલામાલ ખેલાડી છે.

Next Article