ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાઈ રહી છે. શ્રેણીમાં ભારતીય યુવા ખેલાડીઓ સારો દેખાવ કરીને ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. સિરીઝની ચોથી મેચમાં યુવા ઓપનર ખેલાડી યશસ્વી જયસ્વાલે શનિવારે ધમાલ મચાવી દીધી હતી. તેની ઈનિંગને લઈ ભારતીય ટીમ યજમાન ટીમ સામે 10 વિકેટથી જીત નોંધાવી શકી હતી.
શનિવારની મેચમાં જયસ્વાલે 93 રનની ધમાલ મચાવતી ઈનિંગ રમી હતી. ઝિમ્બાબ્વેના બોલરની તેણે રીતસરની ધુલાઈ કરી દીધી હતી.આવા જ મુડ સાથે રવિવારે પણ મેદાનમાં ઉતર્યો હતો. ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.
યજમાન ટીમના સુકાનીએ વિચાર્યુ પણ નહીં હોય એવો ગજબ અંતિમ મેચના પ્રથમ બોલ પર થયો હતો. ઝિમ્બાબ્વે ટીમનો સુકાની સિકંદર રઝા મેચની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ભારતીય ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ તેમનો સામનો કરવા બેટિંગ કરવા તૈયાર હતો. રઝાના બોલ પર જયસ્વાલે શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. મેચના પ્રથમ બોલ પર છગ્ગો જમાવી દેતા રઝા અને યજમાન ટીમ સહિત તેમના ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ આનાથી વધારે ચોંકાવ્યા હતા અંપાયરના ઈશારાએ.
અંપાયરે મેચના પ્રથમ બોલને નો-બોલ જાહેર કર્યો હતો. આ જોઈને સિકંદર રઝા માટે આશ્ચર્ય નિરાશામાં બદલાઈ ગયું હતુ. કારણ કે છગ્ગો ગૂમાવ્યા સાથે જયસ્વાલ માટે હવે ફ્રી-હિટની તક હતી. હવે વધુ એક છગ્ગો ફ્રી-હિટ પર જયસ્વાલે જમાવી દીધો હતો. મેચના પ્રથમ લીગલ બોલમાં જયસ્વાલે 12 રન બે છગ્ગા વડે ફટકાર્યા હતા, આ પરાક્રમ કરનારો જયસ્વાલ વિશ્વનો પ્રથમ બેટર નોંધાયો હતો. આમ મેચના પ્રથમ લીગલ બોલ સાથે ભારતીય ટીમનો સ્કોર 13 રન હતો.
Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. pic.twitter.com/98j63xmtGu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
જયસ્વાલની આ શરૃઆતથી ફરી એકવાર ઝડપી ઇનિંગ્સની આશા જાગી હતી પરંતુ તેમ થઈ શક્યું નહોતું. સળંગ બે સિક્સર ફટકાર્યા બાદ ઝિમ્બાબ્વેના કેપ્ટન રઝાએ પુનરાગમન કર્યું અને ઓવરના ચોથા બોલ પર જયસ્વાલને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. જયસ્વાલ 5 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.
માત્ર જયસ્વાલ જ નહીં પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાએ પાવર પ્લે દરમિયાન અભિષેક શર્મા અને કેપ્ટન શુભમન ગિલની વિકેટ પણ ગુમાવી હતી. ભારતે 40 રનના સ્કોર પર ટોપ ઓર્ડરની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં સંજૂ સેમસન અને રિયાન પરાગે ઇનિંગ સંભાળી હતી.
Published On - 6:54 pm, Sun, 14 July 24