
યશસ્વી જ્યસ્વાલનR વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયા માટે પસંદગી થઈ છે પરંતુ આ સીરિઝ શરુ થતાં પહેલા તેના નામનો ડંકો વાગી ચૂક્યો છે. આ ડાબોડી ભારતીય ઓપનરને ટાઇમ મેગેઝિન દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિને યશસ્વીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી ઉભરતા લોકોની યાદીમાં સામેલ કર્યો છે. મહત્વની વાત એ છે કે, ટાઈમ મેગેઝિનની આ લિસ્ટમાં સ્થાન બનાવનાર યશસ્વી જયસ્વાલ ભારત જ નહી પરંતુ દુનિયાનો એક માત્ર ક્રિકેટર છે.
TIME મેગેઝિને દુનિયા ભરથી લોકોનું આ લિસ્ટમાં પસંદગી કરી છે.પછી તે એન્ટરટેન્મેન્ટ ફીલ્ડમાંથી હોય, સ્પોર્ટસ્ કે પછી રાજકારણમાંથી આવતા હોય, પોતાના ક્ષેત્રમાં જે જે લોકોએ પોતાનો પ્રભાવ છોડ્યો છે. તેને TIME મેગેઝિનની 100 નેક્સ્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ લિસ્ટમાં સ્થાન બનાવવા માટે TIME દ્વારા કોઈ પણ વય મર્યાદા રાખવામાં આવી નથી.
જો આપણે સ્પોર્ટ્સ વર્લ્ડની વાત કરીએ તો આ ફીલ્ડમાંથી કુલ 5 એથ્લિટને TIME મેગેઝિનની વર્ષ 2025ની TIME100 Next 2025 લિસ્ટમાં સ્થાન આપ્યું છે. આ 5 ખેલાડી અલગ-અલગ રમતના છે. જેના નામ આ પ્રકારે છે. લૈમિન યામલ,પૈગે બ્યૂકર્સ, ટેલર ફ્રિટ્ઝ, જિનો થિતિકુલ અને યશસ્વી જ્યસ્વાલ છે.
જેમાં લૈમિન યામલ ફુટબોલર છે. પૈગે બ્યૂકર્સ બાસ્કેટબોલનો ખેલાડી છે. ટેલર ફ્રિટ્સઝ ટેનિસ ખેલાડી છે. જિનો થિતિકુલ ગોલ્ફર છે. તો યશસ્વી જ્યસ્વાલ ક્રિકેટર છે.
ટાઈમની આ 100 નેકસ્ટની લિસ્ટની સૌથી ખાસ વાત એ છે કે, આ લિસ્ટમાં સ્થાન બનાવનાર યશસ્વી દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે. તે આ લિસ્ટમાં 50થી વધારે મહિલાઓએ સ્થાન બનાવ્યું છે. તેમજ આ લિસ્ટમાં સ્થાન બનાવનાર 16 વર્ષની એલિસ્ટન બેરી છે.
યશસ્વી જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર, 2001ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો હતો. 23 વર્ષીય આ ખેલાડી તેની નિર્ભય અને વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. નાની ઉંમરે ટીમ ઈન્ડિયા સુધી પહોંચીને તેને પ્રખ્યાત બનાવનાર તેનો સંધર્ષ ખરેખર પ્રેરણાદાયક છે. માત્ર 12 વર્ષની ઉંમરે, તે મુંબઈમાં ક્રિકેટ રમવા માટે પોતાનું ગામ છોડીને આવ્યો, જ્યાં તેણે ઘણા દિવસો તંબુમાં સૂઈને પસાર કર્યા. ગુજરાન ચલાવવા માટે તેને પાણીપુરી પણ વેચવી પડી હતી.