WTC Final: ફાઇનલમાં હાર સાથે જ હવે વિરાટ કોહલી, એમએસ ધોનીનો મુદ્દો ગરમાવા લાગ્યો, ચર્ચા તેજ બની

|

Jun 24, 2021 | 1:20 PM

વિરાટ કોહલી પાસે WTC Final વડે આલોચકોને જવાબ આપવાની તક હતી. જોકે તેણે એ મોકો ગુમાવી દીધો. આ જ કારણ છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ એકવાર નિશાને લાગી ગઇ છે. ફરી એકવાર વિરાટ કોહલી અને એમએસ ધોની (MS Dhoni) વચ્ચેના તફાવતનો મુદ્દો ચગવા લાગ્યો છે.

WTC Final: ફાઇનલમાં હાર સાથે જ હવે વિરાટ કોહલી, એમએસ ધોનીનો મુદ્દો ગરમાવા લાગ્યો, ચર્ચા તેજ બની
MS Dhoni-Virat Kohli

Follow us on

ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ના માત્ર કેપ્ટન છે પરંતુ એક મોટુ નામ ધરાવે છે. આ નામ કેટલુ મહત્વનુ છે, તે એ બોલરોને પૂછવુ જોઇએ કે જે કોહલી સામે રમે છે. વિરાટ કોહલી એ ખેલાડીના રુપમાં અનેક ટાઇટલ ભારતીય ટીમ (Team India) ને અપાવ્યા છે. પરંતુ જ્યારે વાત તેની કેપ્ટનશીપની આવે છે, ત્યારે સવાલો સર્જાવા લાગે છે. જોકે આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ICC WTC Final) ની ફાઇનલ એ મોકો હતો, જે પોતાની કેપ્ટશીપ પર લાગતા ડાઘને ધોઇ શકતો હતો.

વિરાટ કોહલી પાસે WTC Final વડે આલોચકોને જવાબ આપવાની તક હતી. જોકે તેણે એ મોકો ગુમાવી દીધો. આ જ કારણ છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ એકવાર નિશાને લાગી ગઇ છે. ફરી એકવાર વિરાટ કોહલી અને એમએસ ધોની (MS Dhoni) વચ્ચેના તફાવતનો મુદ્દો ચગવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ કોહલી અને ધોની લઇને ખૂબ ચર્ચાઓ થવા લાગી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે તેના ચોક્કસ કારણો પણ છે. કેપ્ટન સ્વરુપે ધોનીએ અત્યાર સુધીમાં 4 ICC ટૂર્નામેન્ટ પોતાની કેપ્ટનશીપમાં કરી છે. જેમાંથી તે ત્રણ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને વિજેતા બનાવી શકવામાં સફળ રહ્યો છે. તો વળી વિરાટ કોહલી પાસે ICC ઇવેન્ટ જીતવાનો આ ત્રીજો મોકો હતો. જે તેણે ગુમાવ્યો હતો. એટલે કે આવી મહત્વની તક ગુમાવવાની તેની સરેરાશ 100 ટકા રહી છે. આ જ કારણ છે કે, ફેન્સ તેના થી નારાજ છે. ખાસ કરીને એ લોકો વધારે નારાજ છે, જેમણે ધોનીને ICC ફાઇનલ્સમાં ધોનીને હારતો ઓછો જોયો છે.

સોશિયલ મીડિયા પર Kohli vs Dhoni ની ખૂબ ચર્ચા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના દેખાવ બાદ ફેન્સે સોશિયલ મીડિયામાં કોહલીને ખૂબ આડે હાથ લીધો છે. ધોની અને કોહલી ની તુલના કરતાનો ગરમાવો ખૂબ વ્યાપ્યો છે. જુઓ આવી જ કેટલી ટ્વીટ

 

અન્ય ભારતીય કેપ્ટન મળીને ધોનીની બરાબરી પર નહી

આમ તો વિરાટ કોહલી એકલો જ એવો કેપ્ટન નથી કે, જેણે આઇસીસી ઇવેન્ટમાં પછડાટો મેળવી હોય. ધોની ને છોડીને બાકીના કેપ્ટનોના હાલ પણ કોહલી જેવા રહ્યા છે. ધોની ને છોડીને બાકીના કેપ્ટનોએ 6 વખત આઇસીસી ટૂર્નામેન્ટમાં કેપ્ટનશીપ નિભાવી છે. જોકે ટીમ ઇન્ડીયા જેમાં માત્ર 1 જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યુ છે. એટલે કે 5 વખત પછડાટ ખાધી છે. મતલબ કે આઇસીસી ટૂર્નામેન્ટના ગણિતના હિસાબ થી ધોની સૌથી સફળ ભારતીય કેપ્ટન રહ્યો છે.

 

Next Article