WTC Final: હાર્યા બાદ હવે વિરાટ કોહલીએ ટીમમાં પરિવર્તનના આપ્યા સંકેત, ચેતેશ્વર પુજારાને સંકટ

|

Jun 24, 2021 | 9:52 PM

કોહલીએ કોઈનું પણ નામ લીધા વગર જ કહ્યું કે કેટલાક ખેલાડીઓમાં રન બનાવવાની ભૂખ નથી જોવા મળતી.

WTC Final: હાર્યા બાદ હવે વિરાટ કોહલીએ ટીમમાં પરિવર્તનના આપ્યા સંકેત, ચેતેશ્વર પુજારાને સંકટ
Virat Kohli-Cheteshwar Pujara

Follow us on

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ભારતને હાર મળી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટેસ્ટ ટીમમાં પરિવર્તનના સંકેત આપ્યા છે. તેણે કહ્યું હતુ કે પ્રદર્શનની સમિક્ષા બાદ યોગ્ય લોકોને લાવવામાં આવશે. જે સારા પ્રદર્શન માટે યોગ્ય માનસિકતા સાથે મેદાને ઉતરે.

 

ભારતીય બેટ્સમેનોએ ફાઈનલમાં નિરાશ કર્યા હતા, જેનાથી ટીમે 8 વિકેટ હાર સહવી પડી હતી. કોહલીએ કોઈનું પણ નામ લીધા વગર જ કહ્યું કે કેટલાક ખેલાડીઓમાં રન બનાવવાની ભૂખ નથી જોવા મળતી. જોકે પ્રદર્શનની વાત કરવામાં આવે તો હાલમાં ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સૌના નિશાને રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

પુજારાએ પ્રથમ ઈનીંગમાં 54 બોલમાં માત્ર 8 જ રન બનાવ્યા હતા. બીજી ઈનીંગમાં 80 બોલ રમીને તેણે 15 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના નબળના પ્રદર્શનને લઈને આસાન લક્ષ્ય હરીફ ટીમને આપ્યુ હતુ. ન્યુઝીલેન્ડે 139 રનનું લક્ષ્ય આસાનીથી હાંસલ કરી લીધુ હતુ.

 

કોહલીએ મેચ બાદ કહ્યું હતુ કે અમે આત્મમંથન કરીશુ. સાથે જ તેની પર પણ ચર્ચા થતી રહેશે કે ટીમને મજબૂત કરવા માટે શું કરવુ જોઈએ. એક જ ઢાંચાથી નહીં ચાલીએ. સમજવામાં આવી રહ્યું છે કે કેટલાક સિનિયર ખેલાડીઓને સમય આપવામાં આવશે. ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં સારા પ્રદર્શન કરીને જ તે ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકશે.

 

સમીક્ષા કરી નવેસરથી યોજના ઘડાશે

કોહલીએ આગળ કહ્યું અમે એક વર્ષ સુધી રાહ નહીં જોઈએ. તમે અમારી મર્યાદિત ઓવરની ટીમ જુઓ તો અમારી પાસે તેમાં ગંભીરતા અને આત્મવિશ્વાસ ભરેલો જોવા મળે છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની જરુરીયાત છે. કોહલીએ કહ્યું અમે નવેસરથી સમિક્ષા કરીને યોજના બનાવીશું. સાથે જ એ સમજવુ પડશે કે ટીમ માટે શું અરસદાર છે અને અમે કેવા બેખોફ રમી શકીએ છીએ. યોગ્ય લોકોને લાવવાના હશે. જે સારા પ્રદર્શન અને યોગ્ય માનસિકતા સાથે ઉતરે.

 

કેપ્ટન કોહલીએ કહ્યું રમતમાં તમારા પ્રદર્શનમાં સતત સુધારો જરુરી છે. ખાસ કરીને તમે જ્યારે સતત કેટલાક વર્ષથી નંબર વન ટીમ છો તો તમારુ સ્તર અચાનક નથી ઘટી જતુ. અમે આ નિર્ણયો લઈશુ અને તેની પર વાત પણ કરીશુ. અમારે તેની પર કામ કરવુ પડશે કે, રન કેવી રીતે બનાવી શકાય. અમારે મેચને અમારા હાથથી નીકળવા નથી દેવાની. મને નથી લાગતુ કે, કોઈ ટેકનીકલ પરેશાની છે.

 

ડર નહીં રન પર ફોકસ હોવુ જોઈએ

બોલરો સામે નિડર થઈને સામનો કરવાને લઈને કોહલીએ વાત કરી હતી. બોલરોને લાંબો સમય સુધી એક જ જગ્યાએ તક નથી આપવાની. બોલ જબરદસ્ત સ્વિંગ નહોતી લઈ રહી, જેમ પહેલા દિવસે થઈ રહ્યું હતુ. ફોકસ રન બનાવવા પર રહેવુ જોઈએ, વિકેટ ગુમાવવાની ચિંતા પર નહીં. તેવી રીતે જ વિરોધી ટીમ પર દબાણ વધી શકે છે, નહીંતર તમે આઉટ થવાના ડરથી રમશો. તમારે સુનિયોજીત જોખમ લેવુ પડશે.

Next Article