WTC Final: ફાઇનલ મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન, રવિન્દ્ર જાડેજાનો ટીમમાં કરાયો સમાવેશ

|

Jun 17, 2021 | 8:31 PM

ટીમ ઇન્ડીયા (Team India) નું એલાન કરી દેવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મહંમદ સિરાજને બહાર રાખવામાં આવ્યો છે.

WTC Final: ફાઇનલ મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન, રવિન્દ્ર જાડેજાનો ટીમમાં કરાયો સમાવેશ
Team India

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 18 જૂને સાઉથમ્પ્ટનમાં રમાનારી છે. આવતીકાલે એજીસ બાઉલ સ્ટેડીયમમાં રમાનારી મેચ આડે હવે કલાકો જ રહ્યા છે. આ પહેલા ટીમ ઇન્ડીયા (Team India) નું એલાન કરી દેવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મહંમદ સિરાજને બહાર રાખવામાં આવ્યો છે.

WTC ની ફાઇનલ મેચ માટે રોહિત શર્મા અને શુભમન ગીલને ઓપનરના રુપમાં ટીમમાં સ્થાન મળ્યુ છે. ભારતીય ટીમ બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડ સામે શાનદાર પ્રદર્શન કરનારા ઋષભ પંતનો વિકેટકીપર તરીકે સમાવેશ કર્યો છે. ટીમમાં હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

બોલીંગ વિભાગમાં વાત કરવામાં આવે તો, જસપ્રિત બુમરાહ અને ઇશાંત શર્માનો ઝડપી બોલર તરીકે સમાવેશ કરાયો છે. મહંમદ સિરાજને પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન મળી શક્યુ નથી. ઇશાંત શર્માને સૌથી વધારે ટેસ્ટ મેચ રમી ચુક્યો છે, સૌથી અનુભવી બોલર તરીકે તે WTC ફાઇનલમાં મેદાને ઉતરશે.

WTC Final ભારતીય પ્લેયીંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, આર અશ્વિન, મહંમદ શામી, ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહ.

Next Article