WTC Final: રોહિત શર્મા અને શુભમન ગીલે ઇંગ્લેન્ડમાં દશક જૂનું મહેણું ભાંગ્યુ, શુ કર્યુ આ જોડીએ? જાણો

|

Jun 20, 2021 | 1:09 PM

છેલ્લા દશ વર્ષ થી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ (England) માં જે સફળતા માટે સંઘર્ષ કરતી હતી. તેમાં સફળ રહી છે. ભારતીય ટીમ (Team India) ના ઓપનરોએ દશ વર્ષથી ચાલ્યુ આવતુ મહેંણું ભાંગે તેવી રમત રમી દર્શાવી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગીલે (Shubman Gil) ઓપનીંગ માટે WTC ફાઇનલની મેદાને ઉતરી શાનદાર શરુઆત કરાવી હતી.

WTC Final: રોહિત શર્મા અને શુભમન ગીલે ઇંગ્લેન્ડમાં દશક જૂનું મહેણું ભાંગ્યુ, શુ કર્યુ આ જોડીએ? જાણો
Rohit Sharma and Shubman Gill

Follow us on

છેલ્લા દશ વર્ષ થી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ (England) માં જે સફળતા માટે સંઘર્ષ કરતી હતી. તેમાં સફળ રહી છે. ભારતીય ટીમ (Team India) ના ઓપનરોએ દશ વર્ષથી ચાલ્યુ આવતુ મહેંણું ભાંગે તેવી રમત રમી દર્શાવી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગીલે (Shubman Gil) ઓપનીંગ માટે WTC ફાઇનલની મેદાને ઉતરી શાનદાર શરુઆત કરાવી હતી. બંને એ 62 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડમાં ભારતીય ઓપનરો એક દશક બાદ અર્ધશતકીય ઇનીંગ રમવામાં સફળ રહ્યા હતા.

રોહિત અને શુભમન પહેલા વર્ષ 2011 માં ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના ઓપનર અર્ધશતકીય ઇનીંગ રમ્યા હતા. લોર્ડઝના મેદાન પર ઇંગ્લેન્ડ સામે ગૌતમ ગંભીર અને અભિનવ મુકુંદ એ 63 રનની ભાગીદારી રમત રમી હતી. ગૌતમ અને અભિનવની તે રમત બાદ ફરી થી દશ વર્ષ થી અર્ધશતકીય ભાગીદારી રમત રમાઇ નહોતી. 2011 બાદ ભારતીય ટીમ બે વખત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમી ચુકી છે. જે બંને શ્રેણીઓમાં ભારતીય ઓપનરો ભાગદારી રમત 50ને પાર કરી શકી નહોતી.

2011 બાદ ભારતીય ટીમ 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ ખેડ્યો હતો. જેમાં ભારતે કંગાળ રમત વડે હારનો સામનો કરવો પડ્યો હતો. તો વળી 2018માં ટીમએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે 2018મા ભારતીય ટીમે જબરદસ્ત સંઘર્ષ કર્યો હતો. જોકે એક જ મેચમાં જીત હાથ લાગી હતી. જોકે હવે ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ ઓપનરો દ્રારા સારી શરુઆતની આશા સેવાઇ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ટોસ હારીને ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલે રમતની સારી શરુઆત કરી હતી. બંનેએ ન્યુઝીલેન્ડના બોલરો ટીમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ ના બોલીંગ આક્રમણનો સામનો કર્યો હતો. વાદળ છવાયેલા રહેવા થી અને એક દિવસ પહેલા વરસાદ વરસવાને લઇ, વિકેટમાં ભેજ વર્તાઇ રહ્યો હતો. જેને લઇને બોલ સ્વિંગ થઇ રહ્યો હતો.

રોહિત-શુભમને સ્વિંગ સામે ટેકનીક અપનાવી

જોકે બંને ઓપનરોએ પોત પોતાની રીતે સ્વિંગનો તોડ નિકાળી દીધો હતો. શુભમન ગીલે સ્વિંગ સામે બેટીંગ કરવા માટે ક્રિઝની બહાર નિકળીને બોલનો સામનો કર્યો હતો. જ્યારે રોહિત શર્માએ શરીરની નજીક થી ઓફ સ્ટમ્પસની લાઇન ને છેડ્યા વિના બેટીંગ કરી હતી. વચ્ચે વચ્ચે બાઉન્ડરી પણ ફટકારીને માહોલને હળવો કરવા અને બોલર પર દબાણ વધારવા પ્રયાસ કર્યો હતો.

આમ બંને ઓપનરો એ ભારતીય ટીમનો સ્કોર પ્રથમ વિકેટની ભાગીદારી સાથે 50 ને પાર કર્યો હતો. જોકે રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ભારતે ગુમાવી હતી. તે કાઇલ જેમિસનનો શિકાર બન્યો હતો. રોહિત ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને રમતા, થર્ડ સ્લિપમાં કેચ આઉટ થયો હતો. તેણે 34 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ શુભમન ગીલ પણ વિકેટ ગુમાવી બેઠો હતો.

Next Article