WTC Final: ઇરફાન પઠાણે કહ્યુ રોહિત શર્માનો જોડીદાર કોણ હશે ? ઓપનર માટે પડકારજનક સ્થિતી

|

Jun 15, 2021 | 12:42 PM

વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને લઇને કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ ઉપર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર છે. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમને લઇને વિશ્લેષકો અનુભવને આધારે તર્ક લગાવી રહ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઓપનીંગ ખેલાડી કોણ હોઇ શકે તેની ચર્ચા તેજ થવા લાગી છે.

WTC Final: ઇરફાન પઠાણે કહ્યુ રોહિત શર્માનો જોડીદાર કોણ હશે ? ઓપનર માટે પડકારજનક સ્થિતી
Irfan Pathan-Rohit Sharma

Follow us on

વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને લઇને કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યુ છે. ક્રિકેટ ફેન્સ પણ ઉત્સુકતા પૂર્વક ફાઇનલની રાહ જોઇ રહ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ ઉપર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર છે. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમને લઇને વિશ્લેષકો અનુભવને આધારે તર્ક લગાવી રહ્યા છે. રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઓપનીંગ ખેલાડી કોણ હોઇ શકે તેની ચર્ચા તેજ થવા લાગી છે. આ દરમ્યાન પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે (Irfan Pathan) શુભમન ગીલ (Shubman Gill) ને પસંદ કર્યો છે.

ઓપનર બેટ્સમેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એક ઓપનર તરીકે તો રોહિત શર્મા છે, પરંતુ બીજા ઓપનર તરીકે સવાલ થતા રહ્યા છે. શુભમન ગીલ કે મયંક અગ્રવાલ બેમાંથી કોણ ફીટ રહેશે, તેવી ચર્ચા રોહિતના જોડીદારને લઇને છેડાઇ છે.

આ દરમ્યાન પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યુ હતુ, હું સ્વાભાવિક રીતે જ રોહિત શર્મા અને શુભમન ગીલને બેક કરીશ. જોકે તેની સામે વર્તમાન બોલીંગ એટેકને જોતા, આ જોડીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક બોલને અંદરની તરફ લાવશે, તો બીજાનો બોલ બહારની તરફ જશે. બંને બોલને ઉપર રાખવા માટે પ્રયાસ કરશે. અહીં જ બંને ઓપનરો એ મેનેજ કરવાનુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આગળ કહ્યુ હતુ કે, આપણે શુભમન ગીલના પ્રદર્શનની વાત કરીએ છીએ. કહીએ છીએ કે તેનુ પ્રદર્શન IPL માં સારુ નહોતુ રહ્યુ. જોકે આ એક અલગ ફોર્મેટ છે. તેણે ઓસ્ટ્રેલીયામાં લાલ બોલ ક્રિકેટમાં શાનદાર શરુઆત કરી હતી. તમે તેને આટલી જલ્દી નથી ભૂલી શકતા.

શુભમન ઓસ્ટ્રેલીયામાં સફળ રહ્યો હતો

શુભમન ગીલનુ પ્રદર્શન ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ખૂબ શાનદાર રહ્યુ હતુ. શુભમન એ મેલબોર્ન મેદાન પર પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ મેચ રમી હતી. તો વળી ગાબા મેદાન પર મળેલી ઐતિહાસીક જીતમાં પણ ગીલ એ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. જોકે ઇંગ્લેંડ સામે રમાયેલી ઘર આંગણાની સિરીઝમાં શુભમન કંઇ ખાસ પ્રદર્શન દેખાડી શક્યો નહી.

જ્યારે રોહિત શર્માની વાત કરવામાં આવે તો, ઇંગ્લેંડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં રોહિતે દમદાર રમત રમી હતી. જોકે રોહિત અને શુભમન પાસે ઇંગ્લેંડમાં ઓપનર ના સ્વરુપમાં કોઇ જ અનુભવ નથી. જેનો ફાયદો ન્યુઝીલેન્ડના બોલરો ઉઠાવી શકે છે.

Next Article