WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન નહી બનવા છતાં, ભારતીય ટીમને કેટલા કરોડની રકમનો પુરસ્કાર મળશે ? જાણો

|

Jun 24, 2021 | 10:01 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ રમાઇ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો હતી, જેને લઇને વિશ્વભરની નજર ફાઇનલ મેચ પર બની રહી હતી. કીવી કરોડોની ઇનામી રાશી મેળવશે, સાથે ભારતીય ટીમ પણ મોટી રકમ મેળવશે.

WTC Final:  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન નહી બનવા છતાં, ભારતીય ટીમને કેટલા કરોડની રકમનો પુરસ્કાર મળશે ? જાણો
India vs New Zealand

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમે ઐતિહાસીક વિજય મેળવ્યો હતો. વરસાદ ની અડચણ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી, જેનુ પરિણામ રિઝર્વ ડે એ આવી શક્યુ હતુ. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો હતી, જેને લઇને વિશ્વભરની નજર ફાઇનલ મેચ પર બની રહી હતી. કીવી કરોડોની ઇનામી રાશી મેળવશે, સાથે ભારતીય ટીમ પણ મોટી રકમ મેળવશે.

ન્યુઝીલેન્ડ એ ભારતને 8 વિકેટે હરાવી દીધુ હતુ ભારતે પ્રથમ ઇનીંગમાં 217 રન બનાવ્યા હતા. જેની પર ન્યુઝીલેન્ડ ની ટીમે 249 રન બનાવીને 32 રનીન લીડ મેળવી હતી. બીજી ઇનીંગમાં રમવા માટે મેદાને ઉતરતા ભારતીય ટીમ માત્ર 170 રન બનાવીને જ પેવેલિયન પરત ફરી ગઇ હતી. લીડ સાથે ન્યુઝીલેન્ડને જીત માટે 138 રનની જ જરુર હતી. જેને ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને જીતનો સ્કોર હાંસલ કરી લીધો હતો. આમ કેન વિલિયમસ (Kane Williamson) ના હાથમાં ચેમ્પિયન ટ્રોફી સરકતી જોવી પડી.

આટલી રકમ મેળવશે વિજેતા ટીમ

ટુર્નામેન્ટના આયોજક ICC એ અગાઉ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચની ઇનામની રકમને લઇ ખુલાસો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સનુસાર ICC ના સીઇઓ જ્યોફ એલરડાઇસના ફાઇનલ અગાઉ ઇનામી રકમની જાણકારી અપાઇ હતી. જે મુજબ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ વિજેતા ટીમ ન્યુઝીલેન્ડને 1.6 મીલીયન અમેરિકન ડોલર ઇનામ મળશે. ભારતીય રુપિયા પ્રમાણે તે આંક રુપિયા 11.71 કરોડ થવા પામે છે. જ્યારે ઉપવિજેતા ટીમ ભારત ને 8 લાખ ડોલર, એટલે કે રુપિયા 5.85 કરોડ રકમ મળનાર છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વિજેતા ટીમને અપાઇ

ન્યુઝીલેન્ડ ને વિજેતા ટ્રોફીના રુપે ટેસ્ટ ચેમ્પિયનશીપ ગદા આપવામાં આવી છે. જે ગદા દર વર્ષે ટેસ્ટ રેન્કીંગમાં ટોચ પર રહેનારી ટીમને આપવામાં આવનાર છે.
જેવી રીતે ICC દ્રારા મેચ ડ્રો પરિણામને લઇને અગાઉ સુયંક્ત વિજેતાની વાત કહી હતી. તેવી જ રીતે ઇનામી રકમને બરાબર હિસ્સે વહેંચવામાં આવનાર હોવાની વાત કહી હતી.

અન્ય ટીમોને શુ મળશે

ન્યુઝીલેન્ડ અને ભારત સિવાયની ટીમોને પણ રોકડ રકમ આઇસીસી દ્રારા આપવામાં આવનાર છે. જે મુજબ ત્રીજા સ્થાન પર રહેલ ઓસ્ટ્રેલીયાની ટીમને 4.50 લાખ ડોલર એટલે કે 3.29 કરોડ રુપિયા અપાશે. ચોથા સ્થાને રહેલ ઇંગ્લેંડની ટીમને 3.50 લાખ ડોલર એટલે કે, 2.56 કરોડ રુપિયા મળશે. પાંચમાં નબરની ટીમને 1.46 કરોડ રુપિયા અપાશે. જ્યારે બાકી રહેલ ચારેય ટીમોને એક એક લાખ ડોલર એટલે કે, 73 લાખ રુપિયા આપવામાં આવશે.

Next Article