WTC Final : મેચ ડ્રો થાય, ટાઇ પડે કે પછી, વરસાદમાં ધોવાઈ જાય, તો કોણ બનશે ચેમ્પિયન, જાણો સવાલનો જવાબ

|

Jun 18, 2021 | 1:04 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ આજે શુક્રવાર થી રમાઇ રહ્યો છે. સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમય થી રાહ જોવાઇ રહી હતી. વરસાદ રમતને નુકશાન પહોંચાડવાની સ્થિતીમાં ચેમ્પિયન કોણ બનશે તે સવાલ થઇ રહ્યો છે.

WTC Final : મેચ ડ્રો થાય, ટાઇ પડે કે પછી, વરસાદમાં ધોવાઈ જાય, તો કોણ બનશે ચેમ્પિયન, જાણો સવાલનો જવાબ
Kane Williamson-Virat Kohli

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામ આજે શુક્રવાર થી રમાઇ રહ્યો છે. સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમય થી રાહ જોવાઇ રહી હતી. WTC Final ને ટેસ્ટ ક્રિકેટ વિશ્વકપના ટાઇટલના રુપે જોવામાં આવી રહ્યુ છે. જોકે આ દરમ્યાન બંને દેશોના પ્રશંસકોની આશાઓને ઝટકો લાગી શકે છે. કારણ કે વરસાદ રમતને નુકશાન પહોંચાડવાની સ્થિતીમાં ચેમ્પિયન કોણ બનશે તે સવાલ થઇ રહ્યો છે. જોકે ICC એ અગાઉ થી સ્પષ્ટતા કરી છે.

સાઉથમ્પ્ટનમાં ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. જ્યાં પાછળના કેટલાક દિવસ થી વરસાદ થઇ રહ્યો છે. એક રાત પહેલા જ વરસાદ વરસી રહ્યો હતો. ક્રિકેટ ફેન્સ માટે ચિંતાની વાત એ છે કે, પાંચમાંથી ચાર દિવસ વરસાદની આગાહી છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જેવી મહત્વની મેચમાં વરસાદ ફેન્સની મજાને બગાડી શકે છે. આમ એ વાતની ચિંતા છે કે, વરસાદને લઇને રોમાંચક મેચ વિના કોઇ પરિણામે જ ખતમ થઇ શકે છે.

આવામાં પ્રશંસકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, તો પરિણામ કેવી રીતે સામે આવશે. જો વરસાદને લઇને મેચ ડ્રો રહે કે પછી રમતમાં મેચ ટાઇ રહે તો ચેમ્પિયનશીપના વિજેતાનુ પરિણામ કેવી રીતે સામે આવશે. આઇસીસી એ આ અંગેની સ્પષ્ટતા કરી દીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 તો આ હશે પરીણામ..

ICC ને BCCI એ પણ આ અંગે પૂછી લીધુ હતુ. જેના બાદ આઇસીસી સ્પષ્ટતા કરી હતી કે, બંને ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને સંયુક્ત ચેમ્પિયન માનવામાં આવશે. એટલે કે, વરસાદ થી મેચ પ્રભાવિત થાય અને રિઝર્વ ડે ના દિવસે પણ પરિણામ ના મળે તો મેચ ડ્રોમાં પહોંચશે. આમ છઠ્ઠા દિવસે પણ રમત રમીને મેચ ડ્રોમાં પહોંચી જઇ શકે છે. આવી સ્થિતીમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. જોકે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ આશા કરી રહ્યા છે કે, પ્રતિષ્ઠીત મેચનુ પરિણામ બેટ અને બોલ ના જંગથી સામે આવે.

Next Article