WTC Final: આલોચકોના નિશાને રહેલી ટીમ ઇન્ડીયા માટે ન્યુઝીલેન્ડથી આવ્યા વખાણ, કહ્યુ મજબૂત ટીમ

|

Jun 29, 2021 | 5:59 PM

. વિશ્વ ટેસ્ટ વિજેતા કેપ્ટન વિલિયમસને જ ભારતીય ટીમની ખૂબીઓને લઇને વાતો કરી છે. ભારતીય ટીમ (Team India) ની મજબૂતાઇ અને ભારતીય દર્શકોના જુસ્સાને વખાણ્યો હતો.

WTC Final: આલોચકોના નિશાને રહેલી ટીમ ઇન્ડીયા માટે ન્યુઝીલેન્ડથી આવ્યા વખાણ, કહ્યુ મજબૂત ટીમ
Virat Kohli-Kane Williamson

Follow us on

ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ બ્રિટનમાં હાલમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) માં હાર મળ્યા બાદ, જાણે ગમને ભૂલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દરમ્યાન ટીમ ન્યુઝીલેન્ડ (New Zealand) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી ચુકી છે.

જ્યાં હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ હોટલમાં બંધ છે. આ દરમ્યાન બ્લેક કેપ (Black Cap) ટીમ ના કેપ્ટને ભારતીય ટીમને લઇને નિવેદન કર્યુ છે. કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) કહ્યુ કે, ભારતીય ટીમ મહાન છે.

વિલિયમસનનુ એમ પણ માનવુ છે કે, એક ફાઇનલ મેચ એ નથી બતાવી શકતી કે ભારતીય ટીમ કેટલી મજબૂત છે. ટીમ ઇન્ડીયાના તેણે ભરપૂર વખાણ કર્યા હતા. મિડીયા રિપોર્ટસનુસાર, એક વાતચીતમાં કિવી કેપ્ટને આ વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, આ ઉત્સાહન પ્રદાન કરે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જોકે વાસ્તવમાં સંપૂર્ણ છબી ક્યારેય નથી બતાવતા. અમે જાણીએ છીએ કે, ભારતીય ટીમ એક મજબૂત ટીમ છે. આ એક મહાન ટીમ છે અને અમને આ જીત હાંસલ કરવા પર ગર્વ છે. જોકે આ તે તથ્યને નથી બતાવતુ કે તે કેટલા મજબૂત છે અને કેટલુ કૌશલ્ય છે.

આગળ વાત કરતા કહ્યુ હતુ કે, તેમાં કોઇ શક નથી કે તેઓ અનેક મેચોમાં જીત નોંધાવશે. તમે તેમની તાકાત અંગે જાણો છો. તેમની પાસે એવુ પેસ બોલીંગ એટેક છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ છે. સ્પિન બોલીંગ અવિશ્વનીય છે અને બેટીંગની બાબતે તો કહેવાની કોઇ જ આવશ્યકતા નથી.

ભારતીય ખેલાડીઓ રમતના મહાન દૂત

કિવી કેપ્ટને ભારતીય ખેલાડીઓને રમતના મહાન દુત ગણાવ્યા હતા. કહ્યુ કે, તેમના દર્શકોમાં નેશનલ ટીમના માટે જે પ્રકારનુ ઝનૂન છે, તે તેમને પસંદ છે. તેઓ દેશની રમત માટે એવી ભાવના લાવે છે કે, અમે બધા ભારતની સરાહના કરી શકીએ છીએ. તેમના ઝનૂન નુ પ્રાઇઝ પણ મળે છે. તેઓ ખુદ ને રમતના દૂતના રુપમાં રાખે છે.

અંતિમ દિવસની રમતમાં ત્રણેય પરીણામો સંભવ હતા, પરંતુ સમયની મર્યાદાને લઇને ડ્રોની સંભાવના વધુ હોવાનુ વિલિયમસને સ્વીકાર્યુ હતુ. તેણે કહ્યુ, દરેક પરીણામની આશા રાખવી સચ્ચાઇ હતી. અમે જેટલુ કરી શકતા હતા, એટલુ કરવાની કોશિષ કરી રહ્યા હતા. અમે પાછળના કેટલાક દિવસો થી કંઇ પણ અલગ નહોતા કરી રહ્યા. મે ફક્ત એ જોવા માંગતા હતા કે, મોકો મળવા પર રમતની શુ દિશા છે.

પુજારા-કોહલીની વિકેટ મહત્વની

એ પણ સ્વિકાર કર્યો હતો કે, ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને વિરાટ કોહલી (Virat Kohli) ને જલદી આઉટ કરવાથી તેમના માટે સારો મોકો બની ગયો હતો. તેણે કહ્યુ, અંતિમ દિવસની શરુઆતમાં વિકેટ લેવી ખૂબ સારી વાત હતી. જેના થી, તે દિવસના પરીણામની સંભાવનાઓ વધારે વઘી ગઇ હતી. ત્યાર બાદ ભારતીય ટીમ એ જવાબી હુમલો કર્યો, તેમની પાસે પણ મોકો હતો. બોલરોને પિચ થી મદદ મળી રહી હતી, અમારા માટે તે મુશ્કેલ હતુ.

Next Article