WTC Final: ઇંગ્લેંડ પ્રવાસ પહેલા કેપ્ટન કોહલીએ કહ્યુ, ફાઇનલમાં પહોંચવા 6 વર્ષની મહેનત છે

|

Jun 02, 2021 | 6:52 PM

આ પહેલા ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે મીડિયા સાથે વાતચીત કરી હતી. કોહલીએ કહ્યુ હતુ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Fina) માં પહોંચવુ છ વર્ષની મહેનતનુ પરિણામ છે.

WTC Final: ઇંગ્લેંડ પ્રવાસ પહેલા કેપ્ટન કોહલીએ કહ્યુ, ફાઇનલમાં પહોંચવા 6 વર્ષની મહેનત છે
Virat Kohli

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) આજે ઇગ્લેંડ પ્રવાસ (England Tour) માટે રવાના થઇ રહી છે. છેલ્લા બે સપ્તાહથી ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ હતા. ભારતીય ટીમ સાડા ત્રણ માસ માટે ઇંગ્લેંડનો પ્રવાસ ખેડી રહી છે. આ પહેલા ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે મીડિયા સાથે વાતચીત કરી હતી. કોહલીએ કહ્યુ હતુ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Fina) માં પહોંચવુ છ વર્ષની મહેનતનુ પરિણામ છે.

વિરાટ કોહલીએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, તેમની ટીમ ગૌરવનો અહેસાસ કરી રહી છે. WTC ફાઇનલનુ ખૂબ મહત્વ છે. પાછળના 5-6 વર્ષમાં જે રીતે ટીમે તૈયારીઓ કરી છે, તેનુ આ સામુહીક પરિણામ છે. અમારી જવાબદારી છે કે ટોચ પર રહીએ. તેમાં કોઇ શંકા નહોતી, કે અમે પ્રથમ ફાઇનલમાં પહોંચવા વાળી ટીમ હોઇશુ. આગળના 2-3 વર્ષ સુધી ટોચ પર બની રહેવા યોજના ઘડીશુ.

શાસ્ત્રી-મહેનતનો અંત ‘બેસ્ટ ઓફ થ્રી’ હોવો જોઇએ

હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારના ફોર્મેટમાં એક મેચના બદલે ત્રણ મેચ કરવી જોઇએ. તેમણે કહ્યુ કે, પ્રથમ વખત WTC ફાઇનલ રમાઇ રહી છે. આ એક ખૂબ મોટુ છે. આ રમતની સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. આ બે વર્ષથી ઇવેન્ટ થઇ રહી છે અને જબરદસ્ત છે. આદર્શ સ્થિતી એ હશે કે, 2-3 વર્ષની મહેનતનો અંત ‘બેસ્ટ ઓફ થ્રી’ ફાઇનલથી હોવો જોઇએ.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

WTCમાં ભારતે 12 મેચ જીતી

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18 જૂને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાનારી છે. 2019 માં શરુ થયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ સૌથી ઉપર રહી હતી. આ દરમ્યાન ભારતીય ટીમે 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 12 મેચ ભારતે જીતી લીધી હતી. જ્યારે 4 મેચમાં હાર મેળવી હતી. ભારતે રમેલી એક જ મેચ ડ્રો રહી હતી. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાન પર રહી છે.

Next Article