WTC Final: ન્યૂઝીલેન્ડ બાદ ભારતીય ટીમના 15 ખેલાડીઓની પણ જાહેરાત, સાઉથમ્પ્ટનમાં ઈતિહાસ રચશે આ ધુરંધરો

|

Jun 15, 2021 | 7:22 PM

ભારતીય ટીમ (Team India)ના 15 ખેલાડીઓને પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાના 15 ખેલાડીઓને જાહેર કર્યા હતા.

WTC Final: ન્યૂઝીલેન્ડ બાદ ભારતીય ટીમના 15 ખેલાડીઓની પણ જાહેરાત, સાઉથમ્પ્ટનમાં ઈતિહાસ રચશે આ ધુરંધરો
Team India

Follow us on

સાઉથમ્પ્ટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ક્રિકેટનો મહાજંગ ખેલાનારો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચને લઈને તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ભારતીય ટીમ (Team India)ના 15 ખેલાડીઓને પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાના 15 ખેલાડીઓને જાહેર કર્યા હતા.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (World Test Championship) મેચ માટે 15 સભ્યોની ફાઈનલ ટીમ જાહેર કરાઈ છે. વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની હેઠળની ટીમમાં ભારતે 5 ઝડપી બોલરને સામેલ કર્યા છે. જ્યારે ઋષભ પંત અને ઋદ્ધીમાન સાહાને વિકેટકીપરના સ્વરુપે સામેલ કર્યા છે. ઓપનરની ભૂમિકાના રુપમાં બેકઅપમાં મયંક અગ્રવાલ અને કેએલ રાહુલને સ્થાન અપાયુ નથી.

 

ભારતીય ટીમ પાછળના મહિને ચેમ્પિયશીપની ફાઈનલ માટે 20 સભ્યોની ટીમનું એલાન કર્યુ હતુ. ઉપરાંત 4 સ્ટેન્ડબાય ખેલાડીઓને પણ પસંદ કરવામાં આવ્યા હતા. મંગળવારે પસંદ કરવામાં આવેલ 15 સભ્યોની ટીમમાં અક્ષર પટેલ, મયંક અગ્રવાલ, શાર્દૂલ ઠાકુર અને વોશીંગ્ટન સુંદરને બહાર રાખવામાં આવ્યા હતા.

WTC ફાઈનલ માટે ભારતના 15 ખેલાડીઓ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મહંમદ શામી, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ, મહંમદ સિરાજ, ઋદ્ધીમાન સાહા અને ઉમેશ યાદવ.

WTC ફાઈનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ

ભારતીય ટીમ અગાઉ મંગળવારે ન્યુઝીલેન્ડની ટીમે પોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી.

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, ડેવન કોન્વ, હેનરી નિકોલ્સ, રોઝ ટેલર, વિલ યંગ, બીજે વાટલિંગ, ટોમ બ્લંડેલ, કોલિન ડિ ગ્રેડહોમ, કાઇલ જેમીસન, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, નીલ વેગનર, એઝાઝ પટેલ, મેટ હેનરી,

 

આ પણ વાંચો: IND vs SL: આખરે સૌરવ ગાંગુલીએ કર્યુ એલાન, શ્રીલંકા પ્રવાસ માટે કોણ સંભાળશે હેડ કોચની જવાબદારી

Next Article