WTC FINAL 2023 જોવા પહોંચ્યા પરિણીતી-રાઘવ, ગ્રીનનો ફ્લાઇંગ કેચ, ઉંઘતો ઝડપાયો લાબુશેન, જુઓ Video

|

Jun 09, 2023 | 11:40 PM

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવી દીધા છે. અત્યારે કેમેરોન ગ્રીન સાત અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે. આ મેચમાં કેટલાક શાનદાર અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા, જેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

WTC FINAL 2023 જોવા પહોંચ્યા પરિણીતી-રાઘવ, ગ્રીનનો ફ્લાઇંગ કેચ, ઉંઘતો ઝડપાયો લાબુશેન, જુઓ Video
WTC FINAL 2023

Follow us on

London : લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવી દીધા છે. અત્યારે કેમેરોન ગ્રીન સાત અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે. આ મેચમાં કેટલાક શાનદાર અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા, જેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ઓવલમાં Shardul Thakurની હેટ્રિક, WTC Finalમાં ભારતીય ટીમનો બન્યો તારણહાર

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

કેમરુન ગ્રીન એ પકડ્યો શાનદાર કેચ

 


રહાણે બીજા દિવસે ક્રિઝ પર આવ્યો હતો અને તેનો પ્રયાસ ત્રીજા દિવસે ભારતની ઇનિંગ્સને અંત સુધી લઈ જવાનો હતો. તે તેની ઐતિહાસિક સદીની ખૂબ નજીક હતો, પરંતુ કેમેરુન ગ્રીને 0.5 સેકન્ડમાં જે કર્યું તેનાથી તેની રમતનો અંત આવ્યો. રહાણેને 89 રન પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ગ્રીને પેટ કમિન્સના બોલ પર ડાઇવ કરીને રહાણેનો શાનદાર કેચ લીધો હતો.

 

માર્નસ લાબુશેન બેટિંગ કરતા પહેલા ઊંઘી ગયો, પછી સિરાજે ઉડાવી દીધા તેના હોશ

ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં પ્રભાવશાળી સ્થિતિમાં હતી અને આવી સ્થિતિમાં શક્ય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ હળવા મૂડમાં હોય. માર્નસ લાબુશેન આના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે દેખાયા. વોર્નરની વિકેટ પડી તે પહેલા ટીવી કેમેરાની નજર પેવેલિયનની બાલ્કનીમાં બેઠેલા લબુશેન પર પડી અને સ્ક્રીન પર જે દેખાડવામાં આવ્યું તે બધા માટે ચોંકાવનારું અને રમૂજી હતું.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ જોઈ WTCની ફાઈનલ મેચ

 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ફાઈનલ મેચના ત્રીજા દિવસે બંને ઓવલ્સે મજા માણી હતી. બંને એકસાથે મેચ જોતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Intercontinental Cup 2023: ભારતીય ફૂટબોલ ટીમની શાનદાર શરુઆત, મંગોલિયા સામે 2-0થી મેળવી ધમાકેદાર જીત

ભારતીય ટીમ હવે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને વહેલી તકે સમેટી લેવાનો પ્રયાસ કરશે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં 123 રન ઉમેરીને ઓસ્ટ્રેલિયન ટીમની કુલ લીડ અત્યાર સુધીમાં 296 રન થઈ ગઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article