WTC 2021: જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ટાઇ કે ડ્રો રહી તો ? જાણો એવા સંજોગોમાં શુ થશે

|

May 14, 2021 | 5:04 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જૂન મહિનામાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમાનારી છે. જે મેચ 18 જૂન થી શરુ થશે, ઇંગ્લેંડના સાઉથ્પટન શહેરમાં રમાનારી છે.

WTC 2021: જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ટાઇ કે ડ્રો રહી તો ? જાણો એવા સંજોગોમાં શુ થશે
kohli-williamson

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જૂન મહિનામાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમાનારી છે. જે મેચ 18 જૂન થી શરુ થશે, ઇંગ્લેંડના સાઉથ્પટન શહેરમાં રમાનારી છે. આઇસીસી ટેસ્ટ રેન્કીંગ માં ભારત ટોપ પર અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાન પર છે. બે વર્ષ દરમ્યાન છ સિરીઝમાં ભારતે 12 ટેસ્ટ મેચ જીતી છે. ચાર હારી છે અને એક મેચ ડ્રો થઇ છે. ICC એ ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે પ્રયાસ કરી ચેમ્પિયનશીપની શરુઆત કરી હતી. કોરોના કાળમાં સમસ્યા વચ્ચે હવે ચેમ્પિયનશીપ ફાઇનલ સુધી પહોંચવા પર છે.

જોકે હવે સવાલ પણ એ વાતનો છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ડ્રો કે ટાઇ થઇ તો શુ થશે ? આઇસીસી એ આ અંગે અત્યાર સુધીમાં કોઇ જ ફોર્મ્યુલા નથી દર્શાવી. જેનો મતલબ એ છે કે, મેચ જો ડ્રો કે ટાઇમાં પહોંચશે તો બંને ટીમો જોઇન્ટ ચેમ્પિયન બની શકે છે.

આઇસીસી એ મેચને લઇને એક રિઝર્વ ડે ની ઘોષણા કરી છે. જે રિઝર્વ ડે એવા સમયે ઉપયોગમાં લેવાશે, જ્યારે રમત ખરાબ થઇ હોય. જેમ કે વરસાદ અને ખરાબ પ્રકાશ જેવી સ્થીતીમાં. એક ટેસ્ટ મેચને રમવા માટે નો મૂળ સમય 30 કલાક હોય છે. એક દિવસમાં છ કલાક, જેમાં લંચ, ટી અને ડ્રીંક્સ સમયને ગણવામાં આવતો નથી હોતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રીતે રિઝર્વ ડે નો કરાશે ઉપયોગ
રિઝર્વ ડે નો ઉપયોગ પરિણામ માટે નહી કરવામાં આવે, તેનો ઉપયોગ ઓવરોના નુકશાનને પુર્ણ કરવા માટે કરવામાં આવી શકે છે. એટલે કે એ વાત સ્પષ્ટ છે કે, જો ખરાબ વાતાવરણ કે પ્રકાશને લઇને ઓવરોને અસર પહોંચી હોય. તો એવા સમયે જેટલી ઓવરનુ નુકશાન થઇ રહ્યુ હોય એટલી ઓવર અંતિમ દિવસ સુધી ના રમી શકાય, તેટલી ઓવર રમાડવામાં આવશે.

શુ ફરી થઇ શકે છે વિવાદ
જેને લઇને એમ લાગી રહ્યુ છે કે, જો કોઇ ટીમ જીત નથી મેળવી શકતી અને મેચ ડ્રો રહી જાય તો ફેન્સ નિરાશ થઇ શકે છે. કારણ કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો કોઇ મતલબ જ નહી રહે. વિશ્વ કપ 2019માં પણ જ્યારે ઇંગ્લેંડની ટીમને સુપર ઓવર ટાઇ રહેવાને લઇને વધારે બાઉન્ડરી ના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. ત્યારે ખૂબ જ વિવાદ વકર્યો હતો. જેને લઇને આખરે નિર્ણય આવ્યો હતો કે, સુપર ઓવર ટાઇ રહેવા પર જ્યાં સુધી મેચનુ પરિણામ ના આવે ત્યા સુધી સુપર ઓવર રમાતી રહેશે.

Next Article