Breaking News : WPL 2027 માટે BCCI એ અચાનક બદલ્યું મેચોનું સ્થળ, ICCની વિનંતી બાદ લીધો મોટો નિર્ણય

WPL 2027 માટે BCCIએ મુંબઈમાં મેચોનું સ્થળ બદલ્યું છે. ICCની વિનંતી બાદ, બ્રેબોર્ન સ્ટેડિયમથી મેચો હવે વાનખેડે સ્ટેડિયમમાં ખસેડાઈ છે. ફેબ્રુઆરીમાં યોજાનારી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી માટે બ્રેબોર્નની પીચને આરામ આપવા આ નિર્ણય લેવાયો.

Breaking News : WPL 2027 માટે BCCI એ અચાનક બદલ્યું મેચોનું સ્થળ, ICCની વિનંતી બાદ લીધો મોટો નિર્ણય
| Updated on: Nov 15, 2026 | 3:18 PM

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સીઝનને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટ શરૂ થવાના આશરે બે મહિના પહેલાં જ મુંબઈમાં યોજાનારી મેચોના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ તમામ મેચો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ હવે તે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની વિનંતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

WPL 2027ની સીઝન 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ સાથે પૂર્ણ થશે. આ ટુર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે, જેનું આયોજન વડોદરા અને મુંબઈ એમ બે શહેરોમાં કરવામાં આવ્યું છે. BCCIએ રવિવાર, 15 નવેમ્બરે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં સ્થળ બદલવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

ICCની વિનંતી બાદ BCCIએ કેમ બદલ્યું સ્થળ?

BCCIના જણાવ્યા અનુસાર, WPL 2027ની અંતિમ 11 મેચો અગાઉ મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (CCI)ના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની હતી. આ મેચો 26 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. જોકે, હવે આ તમામ મેચો બ્રેબોર્ન સ્ટેડિયમને બદલે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

સ્થળ બદલવા પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરી 2027માં યોજાનારી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી છે. ભારત આ ટુર્નામેન્ટની યજમાની કરવાનું છે, જે 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની કેટલીક મેચો બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાવાની હોવાથી ICCએ WPLની મેચો અન્ય સ્થળે ખસેડવા BCCIને વિનંતી કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં બ્રેબોર્ન સ્ટેડિયમની પીચને પૂરતો આરામ મળે અને તેની સ્થિતિ સારી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ ICCની વિનંતી સ્વીકારીને મુંબઈમાં મેચોનું સ્થળ બદલ્યું છે.

ક્યારે અને ક્યાં રમાશે WPL 2027ની મેચો?

WPL 2027ની શરૂઆત 14 જાન્યુઆરીએ વડોદરાથી થશે. ટુર્નામેન્ટની પ્રથમ 11 લીગ મેચો 14થી 24 જાન્યુઆરી દરમિયાન વડોદરામાં રમાશે. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો તબક્કો મુંબઈમાં યોજાશે, જ્યાં 26 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધીની બાકીની 11 મેચો વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ટુર્નામેન્ટની એલિમિનેટર અને ફાઇનલ મેચ પણ મુંબઈમાં જ યોજાશે. ખાસ વાત એ છે કે BCCIએ માત્ર મેચોના સ્થળમાં ફેરફાર કર્યો છે, જ્યારે અગાઉ જાહેર કરવામાં આવેલા શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

RCB અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટુર્નામેન્ટની શરૂઆત

WPL 2027ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પૂર્વ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની ટક્કરથી થશે. બંને ટીમો વચ્ચેની આ શરૂઆતની મેચ વડોદરામાં રમાશે. હવે ક્રિકેટ ચાહકોની નજર જાન્યુઆરીમાં શરૂ થનારી આ ટુર્નામેન્ટ પર છે.

આવું કારનામું કરનાર ઇંગ્લેન્ડનો ‘પહેલો ખેલાડી’, ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવ્યો ‘મોટો રેકોર્ડ’

Follow Us
Loading...
Unable to load recommendations.