IND vs BAN: શું ભારત બાંગ્લાદેશને હરાવીને WTC ફાઈનલ રમી શકશે? જાણો અહીં

|

Dec 25, 2022 | 4:48 PM

આ સિરીઝમાં એક પણ હાર ભારતને ડબલ્યુટીસીની રેસમાં નુકસાન પહોંચાડી શકતી હતી. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા વગર ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પહોંચી હતી.

IND vs BAN: શું ભારત બાંગ્લાદેશને હરાવીને WTC ફાઈનલ રમી શકશે? જાણો અહીં
શું ફાઈનલ રમી શકશે ટીમ ઈન્ડિયા ?
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી મેચમાં રોમાંચક જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને આ જીતની સખત જરૂર હતી અને કોઈક રીતે તેને આ જીત મળી ગઈ. જો કે બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયા માટે 145 રનનો ટાર્ગેટ મેળવવો મુશ્કેલ બનાવી દીધો હતો, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની મદદથી ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે બે મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ભારત માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

આ સિરીઝમાં એક પણ હાર ભારતને ડબલ્યુટીસીની રેસમાં નુકસાન પહોંચાડી શકતી હતી. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા વગર ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પહોંચી હતી. જેમાંથી હાર્દિક પંડ્યા સિવાય તમામ ખેલાડી ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. ત્યારે ટીમ ઈન્ડિયા માટે જીત આસાન ન હતી. કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમે આ મેચ આસાનીથી જીતી લીધી છે.

શું છે WTC પોઈન્ટ ટેબલ

આ જીત બાદ જો WTCના શેડ્યુલ પર નજર કરીએ તો ભારતની સ્થિતિ ખુબ સારી છે. જેમાં 14 મેચમાં 8માં જીત અને 4 હારની સાથે 99 અંક છે, તેની ટકાવારી 58.93 છે. ભારતીય ટીમ બીજા નંબર પર કબ્જો જમાવી બેઠી છે. પ્રથમ નંબર પર ઓસ્ટ્રેલિયા છે જેણે 13 મેચમાંથી 9માં જીત અને 1માં હારની સાથે 120 અંક છે. તેની ટકાવારી 76.92 છે. ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકા છે, જેણે 11 મેચમાંથી 6 જીતી અને 5 અંક સાથે 72 છે. ચોથા નંબર પર શ્રીલંકાની ટીમ છે જેમણે 10 મેચમાં 5 જીત અને 4માં હારની સાથે 64 અંક છે અને તેની ટકાવારી 53.33 છે. ઈંગ્લેન્ડની ટીમ પાંચમા નંબર પર છે. ઈંગ્લેન્ડના 22 મેચમાં 10 જીત અને 8 હારની સાથે 124 અંક છે

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

શું ફાઈનલ રમી શકશે ટીમ ઈન્ડિયા?

હવે સવાલ એ છે કે આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC WTC ફાઈનલ રમી શકશે કે નહીં. બાંગ્લાદેશ સાથેની વર્તમાન સિરીઝ જીત્યા બાદ ભારતે ફાઈનલ રમવાની તકો ઘણી મજબૂત કરી છે. પ્રથમ નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. પરંતુ ભારતને બીજા સ્થાન માટે દક્ષિણ આફ્રિકા તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતે તેની આગામી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયાથી ઘરઆંગણે રમવાની છે અને જો ટીમ ઈન્ડિયા આ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 4-0થી જીતી જશે તો તેનું ફાઈનલ રમવું નિશ્ચિત છે.

Next Article