વર્લ્ડ કપ ફાઈનલ માટે દીકરી વામિકા સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, વીડિયો વાયરલ

વર્લ્ડ કપ 2023: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. આ ટીમો વચ્ચેની થવા જીયા રહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. આ દરમિયાન અનુષ્કા શર્માનો દીકરી વામિકા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વર્લ્ડ કપ ફાઈનલ માટે દીકરી વામિકા સાથે અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, વીડિયો વાયરલ
Follow Us:
| Updated on: Nov 18, 2023 | 5:26 PM

વર્લ્ડ કપ 2023 ફાઈનલ: અનુષ્કા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વામિકા કોહલી સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પોતાની પુત્રી વામિકા સાથે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે પ્લેન દ્વારા અમદાવાદ પહોંચી છે.

આ જે વીડિયો છે તે સોશિયલ મીડિયા પર એક ફેન પેજ પર વાયરલ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં વામિકા કોહલી અને અનુષ્કા શર્મા પ્રાઈવેટ જેટમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. જોકે, આ વીડિયો નવો છે કે જૂનો તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી.

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીની વાતને કારણે ચર્ચામાં છે. ભારત vs ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ભારતીય ટીમે કર્યું હતું સારું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે આ વખતનો વર્લ્ડ કપ ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વર્લ્ડ કપની તમામ મેચ ભારતમાં રમાઈ રહી છે. ભારતની ધરતી પર રમાઈ રહેલી આઈસીસીની આ મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

ભારતની સાથે સાથે વિશ્વના ઘણા દેશોના દિગ્ગજ ક્રિકેટરો પણ માને છે કે ભારતે જે રીતે કપમાં પોતાનો દાવ બતાવ્યો છે તે પ્રશંસનીય છે.  આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો, ટીમ લીગ તબક્કામાં રમાયેલી તેની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.

આ પણ વાંચો :  હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો આવતી કાલે મેચ સમયે કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">