
દક્ષિણ આફ્રિકાના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ફરી એકવાર સદી ફટકારી છે. આ વિસ્ફોટક ડાબોડી બેટ્સમેને શ્રીલંકા વિરૂદ્ધ સદી ફટકાર્યા બાદ ઓસ્ટ્રેલિયન બોલરોને પણ ઝુકાવીને સદી ફટકારી છે. ડી કોકે (Quinton De Kock) લખનૌના એકાના સ્ટેડિયમમાં માત્ર 90 બોલમાં સદી (Century) ફટકારી હતી જેમાં તેણે 5 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. આ પહેલા વર્લ્ડ કપમાં ડી કોકના નામે એક પણ સદી નથી, પરંતુ હવે આ ખેલાડીએ વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી છે.
ક્વિન્ટન ડી કોક આ વર્લ્ડ કપ પહેલા 2 વર્લ્ડ કપ રમ્યો હતો. 2015 અને 2019 વર્લ્ડ કપમાં તેણે કુલ 17 મેચ રમી હતી, જેમાં તેણે પોતાના બેટથી એક પણ સદી ફટકારી ન હતી. પરંતુ તેની કારકિર્દીના છેલ્લા વનડે વર્લ્ડ કપમાં તેણે સતત 2 મેચમાં 2 સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં 2 સદી ફટકારીને ડી કોકે ઘણા દિગ્ગજ બેટ્સમેનોની બરાબરી કરી લીધી છે.
Quinton de Kock became the leading run-scorer of the #CWC23 with his ton against Australia
#AUSvSA : https://t.co/7d7UZ9asRz pic.twitter.com/fHFUduLh8E
— ICC Cricket World Cup (@cricketworldcup) October 12, 2023
ક્વિન્ટન ડી કોક હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, હર્શેલ ગિબ્સ પછી ચોથો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી છે જેણે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી હોય. જો કે, ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ 4 વર્લ્ડ કપ સદી ફટકારી છે. જો કે, ડી કોક વિશ્વ કપમાં સતત બે સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાનો બીજો બેટ્સમેન છે. ડી કોક પહેલા આ રેકોર્ડ પણ ડી વિલિયર્સના નામે જ છે.
આ પણ વાંચો : AUS vs SA : ઓસ્ટ્રેલિયાએ હદ વટાવી, એક જ મેચમાં છ કેચ છોડ્યા, જુઓ Video
Quinton De Kock joins South Africa’s elite century club!
Innings for :
– Hasim Amla: 178
– AB de Villiers: 218
– Herschelle Gibbs: 240
– Quinton De Kock: 147#SouthAfrica #QuintondeKock #AUSvsSA #AUSvSA pic.twitter.com/5WpO7VGYs0— Cric Vibes (@VibesCric) October 13, 2023
ક્વિન્ટન ડી કોકે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ તેની ઈનિંગમાં એક ખામી હતી. હકીકતમાં, શ્રીલંકાની જેમ ડી કોક પણ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. ડી કોકે ઓસ્ટ્રેલિયા સામે 109 રન બનાવ્યા હતા. અને શ્રીલંકા સામે પણ તે 100 રન બનાવીને આઉટ થયો હતો. જોકે ડી કોકની ઈનિંગ્સ શાનદાર હતી. તેણે સાઉથ આફ્રિકાને મોટો સ્કોર બનાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.