Team India : અમદાવાદમાં સિરાજનું પત્તું કપાશે, પાકિસ્તાન સામે શમીને મળશે પ્લેઈંગ-11માં તક !

મોહમ્મદ સિરાજ ભારતીય ટીમનો મહત્વનો બોલર બની ગયો છે. તેણે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. તે ODI રેન્કિંગમાં નંબર-1 બોલર પણ રહ્યો છે. પરંતુ સિરાજને પાકિસ્તાન સામે બહાર બેસવું પડી શકે છે. તેના સ્થાને રોહિત પ્લેઈંગ-11માં મોહમ્મદ શમીને તક આપી શકે છે. તેની પાછળ ઘણા કારણો છે.

Team India : અમદાવાદમાં સિરાજનું પત્તું કપાશે, પાકિસ્તાન સામે શમીને મળશે પ્લેઈંગ-11માં તક !
Shami, Rohit, Siraj
| Edited By: | Updated on: Oct 13, 2023 | 11:54 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમ તેમની આગામી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેચમાં શ્રેષ્ઠ અને ઈન-ફોર્મ પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ભારતીય ટીમ ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી. રોહિત શર્મા (Rohit Sharma) પોતાની કેપ્ટનશિપમાં પણ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે અને આ મેચ જીતવા માટે રોહિતે પ્લેઈંગ 11ને લઈને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે.

શમીને અમદાવાદમાં રમવાનો ઘણો અનુભવ

IPLમાં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે અને ટીમનો મુખ્ય બોલર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને તે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ પણ છે. તેથી મોહમ્મદ શમીને અહીંની પીચ પર રમવાનો ઘણો અનુભવ છે, જેનો પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાને ફાયદો થશે. મોહમ્મદ શમી જાણે છે કે આ પીચ પર કેવા પ્રકારની બોલિંગ કરવી જોઈએ અને સમય બોલ અને પિચ જૂની થયા બાદ બોલરોબે શું ફાયદો થશે. મોહમ્મદ શમી તેના અનુભવથી આ પીચ પર પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તેથી રોહિત મોહમ્મદ શમીને પ્લેઈંગ-11માં સામેલ કરવાનો પ્રયાસ ચોક્કસથી કરશે.

આ પણ વાંચો : IND vs PAK : અમદાવાદમાં રોહિત સાથે હાર્દિક પંડ્યા કરશે કપ્તાની, ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત!

પહેલી બે મેચમાં સિરાજની બોલિંગ સામાન્ય રહી

રોહિત શર્મા પાકિસ્તાન સામે મોહમ્મદ સિરાજના સ્થાને મોહમ્મદ શમીને તક આપશે તે લગભગ નક્કી છે. તેનું બીજું કારણ સિરાજનું વર્લ્ડ કપની તાજેતરની મેચોમાં પ્રદર્શન છે. એશિયા કપ 2023ની ફાઈનલમાં શાનદાર બોલિંગ કર્યા બાદ મોહમ્મદ સિરાજના પ્રદર્શનનો ગ્રાફ સતત નીચે આવ્યો છે અને તે એશિયા કપ બાદ રમાયેલ ત્રણ મેચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. એટલું જ નહીં પરંતુ તેની લાઈન લેન્થ પણ થોડી વિખેરાઈ ગઈ છે અને છેલ્લી મેચમાં તે થોડો ખર્ચાડ પણ સાબિત થયો હતો. સિરાજે અફઘાનિસ્તાન સામે ઘણા રન પણ આપ્યા હતા. આ જોઈને રોહિત સિરાજને પ્લેઈંગ-11માંથી બહાર કરી શકે છે અને શમીને તક આપી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us