IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

|

Jul 08, 2024 | 6:17 AM

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024માં પાકિસ્તાન ચેમ્પિયન્સની વિસ્ફોટક રમત જોવા મળી હતી. ભારત ચેમ્પિયન્સ સામે રમાયેલી મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે પણ જીત મેળવી અને જીતની હેટ્રિક પૂરી કરી.

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

Follow us on

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પણ છે. શનિવારે આ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારતીય ચેમ્પિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ લીગમાં ભારત ચેમ્પિયન્સની આ પહેલી હાર હતી. બીજી તરફ પાકિસ્તાન ચેમ્પિયન્સે જીતની હેટ્રિક પૂરી કરી હતી.

પાકિસ્તાન ચેમ્પિયન્સની મોટી જીત

વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ 2024ની 8મી મેચ ભારત અને પાકિસ્તાનના લિજેન્ડ ખેલાડીઓ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાન ચેમ્પિયન્સે આ મેચ 68 રને જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યુનિસ ખાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. જવાબમાં હરભજન સિંહની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 175 રન જ બનાવી શકી હતી.

આ બેટ્સમેનોએ લૂંટી મહેફિલ

પાકિસ્તાન ચેમ્પિયન્સ માટે આ મેચમાં કામરાન અકમલ અને શરજીલ ખાને શાનદાર બોલિંગ કરી હતી. કામરાન અકમલે 40 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. જ્યારે શરજીલે 72 રનની ઇનિંગ રમી હતી. આ પછી મકસૂદે 51 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ ભારતીય ચેમ્પિયન્સ તરફથી સુરેશ રૈનાએ અડધી સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં 52 રન બનાવ્યા હતા. રૈનાએ આ દરમિયાન 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ તેની ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી ન હતી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

કેવી છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?

પાકિસ્તાન ચેમ્પિયન આ લીગમાં અત્યાર સુધી 3 મેચ રમી છે અને તમામ મેચ જીતવામાં સફળ રહી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન 3 મેચમાં 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ઈન્ડિયા ચેમ્પિયન્સે પણ 3માંથી 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટના કારણે તે ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ આ લીગમાં રમી રહી છે.

Published On - 6:17 am, Mon, 8 July 24

Next Article