AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા બાદ શ્રમિકોનો સૌથી પહેલો પ્રશ્ન, કહ્યું ભારતે વર્લ્ડકપ જીત્યો?

સિલ્કયારા સુંરગનો એક ભાગ પડી જવાથી અંદર 41 શ્રમિકો ફસાયા હતા. જેને 17 દિવસ બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેને લઈને આજે ભારતમાં ખુશીનો માહૌલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. કે શ્રમિકોએ બહાર નીકળતાની સાથે પહેલો પ્રશ્ન હતો ભારતે વર્લ્ડકપ જીત્યો.

17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા બાદ શ્રમિકોનો સૌથી પહેલો પ્રશ્ન, કહ્યું ભારતે વર્લ્ડકપ જીત્યો?
| Updated on: Nov 29, 2023 | 4:49 PM
Share

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારના લોકોએ કહ્યું અમે ખુબ જ ખુશ છીએ. લોકોએ કહ્યું અમે આજે દિવાળી મનાવી છે. જે લોકો આ કામમાં જોડાયેલા હતા. તેનો અમે ખુબ આભાર માનીએ છીએ. સરકારની સાથે જે પણ કર્મચારીઓ ટનલમાંથી શ્રમિકોને બહાર નીકાળવામાં મદદ કરી રહ્યા હતા તે તમામ લોકોનો આભાર,

ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા

સિલ્ક્યારા-દંડલગાંવ ટનલ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા હિંદુ તીર્થસ્થાનો સાથે કનેક્ટિવિટી વધારવા માટે મહત્વાકાંક્ષી ચાર ધામ પ્રોજેક્ટનો એક ભાગ છે. દિવાળીના દિવસે સવારે લગભગ 5.30 વાગ્યે ભૂસ્ખલનને કારણે સિલ્ક્યારા-દાંદલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા હતા.

 શ્રમિકોનો પહેલો પ્રશ્ન ભારતે વર્લ્ડ કપ જીત્યો

આ તમામ શ્રમિકોને હાલ તો હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે પરંતુ આ શ્રમિકો હોસ્પિટલની બહાર આવતા જ ખુબ ખુશ જોવા મળી રહ્યા હતા. ટનલમાંથી બહાર આવતા જ શ્રમિકોએ કહ્યું જીવ બચાવવા માટે આભાર, હાલ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે શ્રમિકો ટનલમાંથી બહાર આવ્યા તો તેને પહેલો પ્રશ્ન હતો ભારતે વર્લ્ડ કપ જીત્યો. હવે આ પોસ્ટમાં કેટલું સત્ય છે તે અમે કહી શકતા નથી. પરંતુ આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું

વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ હાર ઓસ્ટ્રેલિયાના હાથે થઈ હતી, પરંતુ ભારતીય ટીમે વર્લ્ડકપમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. તે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખૂબ નજીક હતી. પરંતુ આ સપનું ઓસ્ટ્રેલિયાની ટીમે તોડી નાંખ્યું હતુ. પરંતુ વર્લ્ડકપ 2023ના મોટાભાગના એવોર્ડ ભારતીય ટીમના ખેલાડીએ જીત્યા હતા.

આ પણ વાંચો : પતિ-પત્નીના ઝઘડાએ ફ્લાઈટનું કરાયું ઈમરજેન્સી લેન્ડિંગ ! જાણો એવી તો શું બની ઘટના

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">