
વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝન માટે ટીમો નવી મુંબઈથી વડોદરા પહોંચી ચૂકી છે પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. જેમાં તેને એક તરફી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.આ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી 3 મેચમાં સતત ત્રીજી હારના કારણે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ અત્યારસુધી જીતતી આવી છે. જેમાં તેમણે પ્લેઓફ માટે પણ સ્થાન પાક્કું કરી લીધું છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ મેદાન પર અત્યારસુધી બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી છે. જેમાં તેમણે 5 મેચ રમી છે અને આ તમામ મેચ જીતવામાં સફળ રહી છે. આરસીબી મહિલા ટીમ પ્લેઓફમાં સ્થાન પાક્કું કરી લીધું છે. તો પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. બીજી બાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જેમણે અત્યારસુધી 6 મેચ રમી છે. આ ચારેય મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર 2 મેચમાં જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પાસે હજુ 4 પોઈન્ટ છે.
WPL 2026ના પોઈન્ટ ટેબલમાં અન્ય 3 ટીમની વાત કરીએ તો. યુપી વોરિયર્સની ટીમ હજુ ત્રીજા નંબર પર છે. જેમાં તેમણે 5 મેચમાંથી 2માં જીત મેળવી છે. જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. યુપી વોરિયર્સના કુલ 4 પોઈન્ટ છે. ત્યારબાદ ચોથા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે. જેના પણ 5 મેચમાં 4 અંક છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર ગુજરાત જાયન્ટસની ટીમ છે. જેમણે 5 મેચ રમી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચ જીતી છે. ગુજરાત જાયન્ટસના હજુ 4 અંક છે.