WPL Mega Auction :દિલ્હીમાં આજે ઓક્શનને લઈને રોમાંચ, 277 ખેલાડીઓનું ભાવિ દાવ પર

બીસીસીઆઈએ 2023માં મહિલા પ્રીમિયર લીગની શરુઆત કરી હતી. આઈપીએલની જેમ 3 સીઝનની સાઈકલ પૂર્ણ થયા બાદ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લીગની પહેલી મેગા ઓક્શન હશે

WPL Mega Auction :દિલ્હીમાં આજે ઓક્શનને લઈને રોમાંચ, 277 ખેલાડીઓનું ભાવિ દાવ પર
| Updated on: Nov 27, 2025 | 2:09 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત વર્લ્ડકપ જીત્યાના 25 દિવસ પછી મહિલા પ્રીમિયર લીગનું મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. 27 નવેમ્બર એટલે કે, આજે નવી દિલ્હીમાં WPL 2026 સીઝન માટે તમામ 5 ફ્રેન્ચાઈઝીએ પોતાના સ્કવોડને એક નવું રુપ આપશે. આ વખતે ઓક્શન ખુબ ખાસ છે કારણ કે, 2023માં WPLની શરુઆત બાદ આ લીગની પહેલા મેગા ઓક્શન થવા જઈ રહી છે. જેમાં તમામ ફ્રેન્ચાઈઝીએ કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા છે અને એક સ્કવોડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વખતે કેટલા ખેલાડીઓની કિસ્મત ચમકશે. કેટલા દાવેદાર ઓક્શનમાં ઉતરશે અને કઈ ફ્રેન્ચાઈઝીની પાસે કેટલા પૈસા છે આ તમામ ડિટેલ તમને જણાવીશું.

આ વખતે 277 ખેલાડીઓને ઓક્શનમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં 194 ભારતીય ખેલાડી છે જ્યારે 83 વિદેશી ખેલાડીઓ છે. આ વિદેશી ખેલાડીઓમાંથી 4 એસોસિએટ દેશમાંથી પણ છે.

કઈ ટીમને સૌથી વધારે ખેલાડીઓની જરરુ?

WPLના નિયમ મુજબ કોઈ પણ સ્કવોડમાં વધારેમાં વધારે 18 ખેલાડીઓ અને ઓછામાં ઓછા 15 ખેલાડીઓ લઈ શકે છે.જો રિટેન્શન પર નજર કરીએ તો યુપી વોરિયર્સના સૌથી વધારે 17 ખેલાડીઓની જરરુ છે કારણ કે, ફ્રેન્ચાઈઝીએ માત્ર એક ખેલાડીને રિટેન કર્યો હતો. કોઈ પણ સ્કવોડમાં 6થી વધારે વિદેશી ખેલાડી લઈ શકશે નહી.

 

 

 

આ મામલે સૌથી આગળ યુપી વોરિયર્સની ટીમ છે. જે મેગા ઓક્શનમાં 14.5 કરોડના બજેટ સાથે ઉતરશે. એટલા માટે કારણ કે, ફ્રેન્ચાઈઝીએ માત્ર અનકૈપ્ટડ શ્વેતા સહરાવતને 50 લાખ રુપિયામાં રિટેન કરી છે. બીજા નંબર પર ગુજરાત જાયન્ટસ છે. જેની પાસે 9 કરોડ રુપિયા વધ્યા છે. ત્રીજા નંબર પર છે 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું. તેમણે પોતાના 4 સ્ટાર ખેલાડીઓને રિટેન કર્યા છે.ટીમ પાસે 6.15 કરોડ રુપિયા છે.2 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ માટે તેના પર્સમાં 5.75 કરોડ રુપિયા વધ્યા છે. 3 સીઝનમાં ફાઈનલમાં હારનારી દિલ્હીએ પણ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેની પાસે સૌથી ઓછા 5.7 કરોડ રુપિયા છે.

શું RTM વિકલ્પ મળશે?

WPLમાં પહેલી વખત RTM એટલે કે, રાઈટ ટુ મેચ કાર્ડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.એટેલે કે, ઓક્શનમાં જો કઈ ખેલાડી પર સૌથી મોટી બોલી લાગે છે પરંતુ જૂની ટીમ તેની ખરીદવા માંગે છે. તો તે RTM કાર્ડનો ઉપયોગ કરી બોલી બરાબર કરી ખરીદી શકે છે. પરંતુ તમામ ફ્રેન્ચાઈઝી પાસે RTM નો વિકલ્પ નથી. ગુજરાત પાસે 3 RTM , બેંગ્લુરુ પાસે 1 અને યુપી વોરિયર્સ પાસે 4 RTM કાર્ડ છે. મુંબઈ અને દિલ્હી પાસે આ વિક્લપ નથી કારણ કે, આ બંન્ને ટીમે વધુમાં વધુ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. અહી ક્લિક કરો

Published On - 10:13 am, Thu, 27 November 25