મહારાષ્ટ્રની ‘માયા’ની બોંલિગ એકશન જોઈ લોકોએ કહ્યું- આ તો એલિયન સ્ટાઈલમાં બોંલિગ કરે છે

|

May 26, 2022 | 5:33 PM

Women T20 Challenge : વુમન ટી-20 ચેલેજમાં બીજી મેચ દીપ્તિ શર્માની વેલોસિટી (Velocity) અને હરમનપ્રીત કૌરની સુપરનોવાઝ (Supernovas) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેલોસિટી તરફથી રમતી માયા સોનાવની અજીબો-ગરીબ બોંલિગ સ્ટાઈલ સૌ કોઈ ચોંકી ગયા.

મહારાષ્ટ્રની માયાની બોંલિગ એકશન જોઈ લોકોએ કહ્યું- આ તો એલિયન સ્ટાઈલમાં બોંલિગ કરે છે
Maya Sonawane PC- Twwiter

Follow us on

Women T-20 Challenge 2022 ની બીજી મેચ વેલોસિટી (Velocity) અને સુપરનોવાઝ (Supernovas) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેલોસિટી ટીમમાં માયા સોનવણે (Maya Sonawane) નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની બોંલિગ એકશન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

એડમ્સની સાથે કરવામાં આવી તુલના

માયા સોનાવણેની બોંલિગ એકશન જોઈ ક્રિકેટ ફેન્સને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર પોલ એડમ્સની યાદ આવી ગઈ. પૂર્વ ક્રિકેટર પોલ એડમ્સ તેમની અદભુત બોંલિગ એકશનને કારણે ચર્ચામાં રહેતા હતા. માયા સોનવણેનું બોંલિગ એકશન પણ કઈક એવું જ છે, જેને જોઈને સૌ કોઈ આશ્વયચકિત થઈ ગયા. જોકે, તે પોતાની બોંલિગથી કોઈ કમાલ ના કરી શકી. તેણે 2 ઓવરમાં 19 રન આપ્યા હતા. સોશ્યિલ મીડિયામાં માયા સોનવણેની બોંલિગ એકશનના વીડિયો અને ફોટોઝ ખુબ શેર થયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માયા સોનવણેની બોંલિગ એક્શને ઊડાવ્યા સૌના હોંશ

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં 23 વર્ષીય માયા સોનવણે પોતાની બોંલિગ એક્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 23 વર્ષની આ યુવા ખેલાડીની આ ટી-20 ચેંલેજમાં ડેબ્યુ મેચ હતી. વેલોસિટીની ટીમે ટોસ જીતીને સુપરનોવાઝને પહેલા બેંટિગનું આમંત્રણ આપ્યું હતું.

કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 બોલમાં 71 રન બનાવ્યાં હતા. તાનિયા ભાટિયાએ 32 બોલમાં 36 રન બનાવ્યાં હતા. આ બન્નેની બેંટિગના દમ પર સુપરનોવાઝની ટીમ  20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 150 રન બનાવી શકી હતી. આ ટાર્ગેટને વેલોસીટીની ટીમે 7 વિકેટના નુકશાન સાથે 10 બોલ પહેલા જ ચેઝ કરી લીધો હતો. વેલોસીટી ટીમે 18.2 ઓવરમાં 151 બનાવી દીધા હતા.

સોશ્યિલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રની 23 વર્ષીય યુવા ખેલાડી માયા સોનાવણેની બોંલિગ એકશન પર ક્રિકેટ ફેન્સએ સોશ્યિલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું- આ તો દેડકાના આકારમાં બોલ ફેંકનાર બોલર છે. એક બીજા યુઝરે કહ્યું- આ એલિયનની જેમ બોંલિગ કરે છે. માયા સોનાવણેની બોંલિગ એકશનને કારણે લોકોને તેના વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. માયા સોનાવણે મેચ દરમિયાન આખા શરીરને વાળીને બોંલિગ કરતા જોઈ હાલ તે સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જોકે, માયા સોનાવણે પોતાની બોંલિગથી કોઈ ખાસ કમાલ ન કરી શકી.

Next Article