Cricket: ધોની જેવુ મગજ અને ગેઈલ જેવો અંદાજ, ક્રિકેટની દુનિયામાં ‘સિક્સર ક્વિન’ નુ ડેબ્યૂ, પ્રથમ મેચમાંજ મચાવી દીધી ધમાલ

|

May 27, 2022 | 9:52 AM

ગુરુવારે મહિલા ટી20 ચેલેન્જમાં વેલોસિટી તરફથી રમતી વખતે કિરણ નવગીરે (Kiran Navgire) 69 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા.

Cricket: ધોની જેવુ મગજ અને ગેઈલ જેવો અંદાજ, ક્રિકેટની દુનિયામાં સિક્સર ક્વિન નુ ડેબ્યૂ, પ્રથમ મેચમાંજ મચાવી દીધી ધમાલ
Kiran Navgire એ 69 રનની તોફાની ઇનિંગ રમી હતી

Follow us on

વેલોસિટીએ ગુરુવારે મહિલા T20 ચેલેન્જ (Women T20 Challenge) માં ટ્રેલબ્લેઝરનો સામનો કર્યો હતો. મેચ ટ્રેલબ્લેઝર્સના નામે હતી અને ફાઈનલની ટિકિટ વેલોસિટી (Velocity) ના નામે રહી હતી. જો કે આ મેચમાં સૌથી ખાસ વાત હતી કિરણ નવગીરે (Kiran Navgire) નું ડેબ્યુ. મહારાષ્ટ્રના રહેવાસી આ ખેલાડીએ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં છગ્ગા અને ચોગ્ગાની એવી લાઈન લગાવી દીધી કે ટ્રેલબ્લેઝર્સ ની ટીમ હવામાં જ બોલને જોઈ જ રહી. 27 વર્ષીય કિરણને એક સમયે તે ઉમર થઈ ગઈ હોવાનું કહીને તક આપવામાં આવી ન હતી. પરંતુ પુણેના એમસીએ ગ્રાઉન્ડમાં કિરણે તેના આક્રમક શોટ વડે દરેક સવાલનો જવાબ આપ્યો હતો.

ટ્રેલબ્લેઝર્સે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જવાબમાં વેલોસિટી 174 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી કિરણે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. આ તોફાનમાં તેણે 202.94ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી અડધી સદી છે. તેને આઉટ કરવામાં ટ્રેલબ્લેઝરના બોલરોનો પરસેવો છૂટી ગયો હતો.

2011ના વર્લ્ડ કપમાં ધોનીને જોઈ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું

કિરણ માટે ક્રિકેટ રમવાનું એક જ કારણ હતું કે તે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ સિક્સર મારવા માંગે છે. તેને જોઈને કિરણે ક્રિકેટર બનવાનું સપનું જોયું. તે કહે છે કે 2011ના વર્લ્ડ કપમાં ધોનીની જીતની સિક્સ જોઈને તેનું જીવન બદલાઈ ગયું. કિરણ મહારાષ્ટ્રના સોલાપુરના મિરે ગામમાં મોટી થઈ હતી. તેમના ગામમાં રમતિયાળ વાતાવરણ હતું અને બાળકો એથ્લેટિક્સ, કબડ્ડી અને ખો-ખો જેવી રમતોમાં રસ લેતા હતા.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

કિરણે તેના પિતાના કહેવા પર એથ્લેટિક્સમાં પણ હાથ અજમાવ્યો અને તેના રાજ્ય માટે 110 મેડલ જીત્યા. અહીંથી એક NGOની મદદથી તેણે શારદાબાઈ પવાર મહિલા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેણે એથ્લેટિક્સની સાથે ક્રિકેટની ટ્રાયલ પણ આપી. કોઈપણ ઔપચારિક તાલીમ વિના તેણે પુણે યુનિવર્સિટીની ટીમમાં જગ્યા બનાવી લીધી. તેણે પુણેની ટીમના ટ્રાયલ આપ્યા અને તેની પસંદગી થઈ.

સિનિયર T20 લીગમાં ધમાલ મચાવી હતી

તાજેતરમાં સમાપ્ત થયેલ સિનિયર ટી20 લીગમાં નાગાલેન્ડ તરફથી રમતી વખતે તેણે બેટિંગથી ગભરાટ સર્જ્યો હતો. તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં એક સિઝનમાં 35 સિક્સર ફટકારનારી ખેલાડી હતી. તેણે 54 ચોગ્ગા પણ ફટકાર્યા અને 525 રન બનાવ્યા. અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તેણે 76 બોલમાં 162 રન બનાવ્યા અને ટી20 ઈતિહાસમાં આવું કરનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ. આ સિવાય તેણે સાત વિકેટ પણ લીધી હતી જેમાંથી ચાર વિકેટ એક જ મેચમાં લીધી હતી. વેલોસિટી કોચ દેવિકાએ કિરણની કારકિર્દીને નવી દિશા આપી. તેની પહેલી જ મેચમાં તોફાની બેટિંગે હંગામો મચાવ્યો હતો. મેચ પહેલા તેણે કહ્યું હતું કે તે ધોનીની જેમ ઠંડક સાથે અંત સુધી રમવા માંગે છે અને સિક્સર ફટકારે છે. કિરણે પોતાની વાત પૂરી કરી.

Published On - 9:27 am, Fri, 27 May 22

Next Article