Women’s IPL: BCCI એ 4670 કરોડ રુપિયામાં વેચી 5 ટીમો, અમદાવાદે લગાવી સૌથી ઉંચી બોલી

|

Jan 25, 2023 | 5:51 PM

મહિલા આઈપીએલની શરુઆતને લઈ તડામાર તૈયારીઓ શરુ છે. બીસીસીઆઈએ ટીમોનુ ઓક્શન યોજતા અમદાવાદની ટીમ માટે અદાણી ગૃપે સૌથી ઉંચી બોલી લગાવી હતી.

Womens IPL: BCCI એ 4670 કરોડ રુપિયામાં વેચી 5 ટીમો, અમદાવાદે લગાવી સૌથી ઉંચી બોલી
BCCI announce 5 franchises for WIPL

Follow us on

બીસીસીઆઈ મહિલા આઈપીએલ ટીમ માટે તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યુ છે. મહિલા આઈપીએલ માટે હવે ટીમો પણ નક્કી થઈ ચુકી છે. બુધવારે બીસીસીઆઈ દ્વારા મુંબઈમાં આ માટે ઓક્શન યોજ્યુ હતુ. જેમાં સૌથી વઘુ બીડ અમદાવાદની ટીમ માટે લાગી હતી. અમદાવાદની ટીમને અદાણી સ્પોર્ટ્સલાઈને ખરીદી હતી. જેણે 1289 કરોડ રુપિયાની બોલી અમદાવાદ માટે લગાવી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડને મહિલા આઈપીએલની ટીમોની હરાજીથી 4669.99 કરોડ રુપિયાની કમાણી થઈ છે. ઓક્શન પહેલાથી જ આ આંકડો 4 હજાર કરતા વધારે રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. જે મુજબ આઈપીએલની મહિલા ટીમોને ખરીદવા માટે બોલી પરથી જ આકર્ષણ કેવુ રહેશે, તેનો અંદાજ લગાવી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

5 નવી ફ્રેન્ચાઈઝીનુ કરાયુ એલાન

આઈપીએલનુ વિશ્વભરમાં જબરદસ્ત આકર્ષણ છે, હવે મહિલા આઈપીએલની પણ રાહ જોવાઈ રહી છે. જેના ભાગ રુપે હવે ટીમો નક્કી થઈ ચુકી છે. ટીમોની હરાજી માટે બીસીસીઆઈએ ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 30 જેટલી ટીમોએ ટેન્ડર ફોર્મ અને દસ્તાવેજો મેળવ્યા હતા અને 17 ટીમોએ ઓક્શનમાં હિસ્સો લીધો હતો. અદાણી ગ્રુપે સૌથી વધારે બોલી હતી. ઓક્શનમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરુ, દિલ્લી અને લખનૌ શહેરોની ફ્રેન્ચાઈઝી જાહેર થઈ છે.

 

 

અદાણીની આઈપીએલમાં એન્ટ્રી

17 જેટલી કંપનીઓએ ઓક્શનમાં હિસ્સો લીધો હતો, જેમાંથી 7 જેટલી પુરુષ આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓએ ભાગ લીધો હતો. દિલ્લી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ સહિતની ફ્રેન્ચાઈઝીઓએ હિસ્સો લીધો હતો. જેમાંથી આરસીબી, દિલ્લી અને બેંગ્લોરની ટીમો મહિલા ફ્રેન્ચાઈઝીની ખરીદી કરવામાં સફળ રહી હતી.

આ સાથે જ અદાણી અને કપ્રી આ બંને નવી ટીમોની એન્ટ્રી થઈ છે. ગત સિઝનમાં અદાણીની ટીમ આઈપીએલ ની ગુજરાત ટીમની ખરીદવા માટે રેસમાં હતી. જોકે તેમાં તે સફળ રહી નહોતી. જોકે આ વખતે મહિલા ટીમને ખરીદવા માટે સૌથી ઉંચી બોલી લગાવી દીધી હતી. આ સાથે જ તે પાંચેય ટીમોમાં સૌથી મોંઘી ટીમ તરીકે ઉભરી આવી હતી. કપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડે પણ પ્રથમ વાર આઈપીએલમાં પ્રવેશ કર્યો છે.

Published On - 5:30 pm, Wed, 25 January 23

Next Article