WI vs IND : ભારતીય ફેન્સને કરવો પડશે ઉજાગરો ! વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝમાં આ સમયે શરુ થશે મેચ

|

Jun 14, 2023 | 11:03 PM

India vs West Indies 2023 Schedule and Time :આ બધા વચ્ચે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ જાહેર થયું છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસના સમય પર હવે જાહેર થયા છે.

WI vs IND : ભારતીય ફેન્સને કરવો પડશે ઉજાગરો ! વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝમાં આ સમયે શરુ થશે મેચ
WI vs IND 2023

Follow us on

Team India : લગભગ 1 મહિનાના આરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની મેચો ભારતમાં ટીવી પર જોવા માટે ક્રિકેટ ફેન્સને મોડી રાત સુધી રાહ જોવી પડી શકે છે. રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ-ભારત વચ્ચે ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર, રાત્રે 7.30 કલાકે શરુ થશે. વનડે મેચ સાંજે 7 કલાકે જ્યારે ટી20 મેચ સાંજે 8 કલાકે શરુ થશે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ સિરિઝથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરિઝ શરુ થશે. 3 મેચની વનડે સિરિઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

1 મહિના સુધી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ધમાલ મચાવશે. 12 જૂનના દિવસે આ શે઼ડયૂલ જાહેર કરવામાં આવ્યું હતું. પણ તે સમયે ટી-20, ટેસ્ટ અને વનડે મેચના સમય જાહેર થયા ન હતા.

આ પણ વાંચો : વોર્નર-સ્મિથ સહિત આ 5 ક્રિકેટરોએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં જીત્યો વર્લ્ડ કપ

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ થયું જાહેર

ટેસ્ટ શેડયૂલ

તારીખ મેચ સ્થળ
12-16 જુલાઈ WI vs IND 1st Test વિન્ડસર પાર્ક, રોઝો, ડોમિનિકા
20-24 જુલાઈ WI vs IND 2nd Test ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

વનડે શેડયૂલ

તારીખ  મેચ સ્થળ
 27 જુલાઈ WI vs IND 1st ODI કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
29 જુલાઈ WI vs IND 2nd ODI કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
 01 ઓગસ્ટ WI vs IND 3rd ODI ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

ટી20 શેડયૂલ

તારીખ  મેચ સ્થળ
04 ઓગસ્ટ WI vs IND 1st T20I ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ
06 ઓગસ્ટ WI vs IND 2nd T20I પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
08 ઓગસ્ટ WI vs IND 3rd T20I પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
 12 ઓગસ્ટ WI vs IND 4th T20I સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા
 13 ઓગસ્ટ WI vs IND 5th T20I સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા

આ પણ વાંચો : MS Dhoni plea: ધોની પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનારા IPS મુશ્કેલીમાં, 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં થશે સુનાવણી

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article