WI vs BAN: બાંગ્લાદેશે ટેસ્ટ ઈતિહાસમાં શરમજનક રેકોર્ડ લખાવ્યો, 6 ખેલાડીઓ શૂન્ય પર જ આઉટ

|

Jun 17, 2022 | 7:58 AM

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ના બોલરોએ એવો તે કહેર મચાવ્યો કે બાંગ્લાદેશ (Bangladesh) ની ટીમના 6 ખેલાડીઓતો શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. તો વળી આવો ખેલ બાંગ્લાદેશે સળંગ બીજી ટેસ્ટ મેચમાં બતાવ્યો છે.

WI vs BAN: બાંગ્લાદેશે ટેસ્ટ ઈતિહાસમાં શરમજનક રેકોર્ડ લખાવ્યો, 6 ખેલાડીઓ શૂન્ય પર જ આઉટ
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 103 રન નોંધાવ્યા હતા.

Follow us on

બાંગ્લાદેશની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ (Indies vs Bangladesh) ના પ્રવાસે છે. જ્યાં બંને દેશો વચ્ચે એન્ટીગુયામાં વિવિયન રિચાર્ડસ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે જ બાંગ્લાદેશની ટીમની કંગાળ રમત જોવા મળી હતી. ટીમના બેટ્સમેનો ક્રીઝ પર ટકી જ રહ્યા નહોતા અને પરીણામે ટીમે પોતાનુ નામ ઈતિહાસના પાને નોંધાવી દીધુ છે. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ એવો તે કહેર મચાવ્યો કે બાંગ્લાદેશની ટીમના 6 ખેલાડીઓતો શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. તો વળી આવો ખેલ બાંગ્લાદેશે (Bangladesh Cricket Team) સળંગ બીજી ટેસ્ટ મેચમાં બતાવ્યો છે. જેને લઈને હવે ટીમના નામે ટેસ્ટ ક્રિકેટ માં શરમજનક રેકોર્ડ લખાઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમે શાકિબ અલ હસન (Shakib Al Hasan) ની અડધી સદીની મદદ થી 103 રન નોંધાવ્યા હતા.

બાંગ્લાદેશની રમત એટલી ખરાબ રહી હતી કે, ટીમનો સ્કોર એક સમયે 100 રન પણ પુરા નહીં કરે એમ લાગી રહ્યુ હતુ. પરંતુ બાંગ્લાદેશની ટીમના કેપ્ટન શાકિબ અલ હસને રહી સહી આબરુ સાચવી લેવા પ્રયાસ કર્યો હતો. તેણે 67 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદ વડે 51 રન નોંધાવ્યા હતા. તેને અલ્ઝારી જોસેફે પોતાનો શિકાર બનાવ્યો હતો.

પ્રવાસી ટીમના 6 ખેલાડીઓએ તો પોતાનુ ખાતુ જ ખોલાવ્યુ નહોતુ. જેની શરુઆત બાંગ્લાદેશના ઓપનર મહંમદુલ હસન જોયથી થઈ હતી. તે ટીમના 1 રનના સ્કોર પર જ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. મેચની શરુઆતના બીજા બોલ પર જ તે પોતાનો પ્રથમ બોલનો સામનો કરવા જતા રોચનો શિકાર થઈ પરત ફર્યો હતો. આ ઝટકો બાંગ્લાદેશ માટે પહેલો અને મોટો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંતુ બાદમાં આ રીતે શૂન્ય પર આઉટ થવાનો સિલસિલો શરુ થઈ ગયો, જેમ અગાઉની ટેસ્ટ મેચમા થયો હતો. ત્યાર બાદ ટીમનો સ્કોર 3 રન હતો ત્યારે બીજી વિકેટના રુપમાં શાંતો આઉટ થયો હતો. તેણે 5 બોલનો સામનો કર્યો હતો. ત્રીજી વિરેટના રુપમાં મોનીમુલ પણ 6 બોલનો સામનો કરીને ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. નુરુલ હસન 2 જ બોલની રમત રમીને શૂન્ય પર આઉટ થયો હતો. મુસ્તફિઝુર રહેમાન પણ શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો અને અંતમાં ખલિલ અહેમદ શૂન્યમાં આઉટ થતા તે છઠ્ઠો એવો ખેલાડી હતો કે જે પણ શૂન્ય પર જ પરત ફર્યો હતો.

સળંગ બીજી મેચમાં કંગાળ પ્રદર્શને આ રેકોર્ડ રચ્યો

આ અગાઉ મે માસમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી.. જે બંને દેશો વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ હતી. જેમાં પણ બાંગ્લાદેશના 6 બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વિના જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. આમ સળંગ બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ કંગાળ પ્રદર્શન દર્શાવવા સાથે શરમજનક રેકોર્ડ પોતાને નામે કરાવી લીધો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બાંગ્લાદેશ પ્રથમ ટીમ નોંધાઈ ચુકી છે કે જેના 6 બેટ્સમેન સળંગ બે મેચમાં શૂન્ય પર જ આઉટ થયા છે. શ્રીલંકા સામેની તે ટેસ્ટ મેચ 10 વિકેટ થી ગુમાવી દીધી હતી.

મેચની સ્થિતી

વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને બાંગ્લાદેશની ટીમ બેટીંગ કરવા ઉતરી હતી. કંગાળ રમતને લઈ ટીમ 103 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ એન્ટીગુઆ ટેસ્ટમાં પ્રથમ દિવસે જ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો દાવ આવ્યો હતો અને જેમાં 2 વિકેટ ગુમાવીને 95 રન દિવસના અંત સુધીમાં નોંધાવી લીધા છે. હવે કેરેબિયન ટીમ માત્ર 8 જ રન બાંગ્લા ટીમના સ્કોરથી દૂર છે. કેરેબિયન કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 42 રન અને બોન્નર 12 રન નોંધાવીને રમતમાં છે.

આ પહેલા વિન્ડિઝ ટીમના અલ્ઝારી જોસેફ અને ઝાઈડેન સિલ્સ બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી. તેમજ કેમર રોચ અને કાઈલ માયર્સે 2-2 વિકેટ ઝડપી હતી. આમ આ ચારેય બોલરોએ બાંગ્લાદેશને ઘૂંટણીયે પાડી દીધુ હતુ અને પહેલા દીવસે જ મેચ પર પોતાનો પ્રભાવ જમાવી દીધો હતો.

Next Article