WI vs AU: સળંગ ત્રણ છગ્ગા લગાવી ક્રિસ ગેઇલે ફીફટી નોંધાવી, અસલ મિજાજમાં આવી આટલા વર્ષે ફીફટી નોંધાવી

|

Jul 13, 2021 | 11:48 AM

ક્રિસ ગેઇલ (Chris Gayle) ની રમતને ઉંમર સાથે જોડીને તેના ખરાબ ફોર્મને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમ્યાન જ તેણે લાંબા અરસા બાદ T20 અર્ધશતક ફટકારી હતી.

WI vs AU: સળંગ ત્રણ છગ્ગા લગાવી ક્રિસ ગેઇલે ફીફટી નોંધાવી, અસલ મિજાજમાં આવી આટલા વર્ષે ફીફટી નોંધાવી
Chris Gayle

Follow us on

વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા (West Indies vs Australia) વચ્ચે T20 સિરીઝ રમાઇ રહી છે. આ દરમ્યાન ક્રિસ ગેઇલે (Chris Gayle) તેના ફોર્મ પર ચાલી રહેલી ચર્ચાને, પોતાની આક્રમક બેટીંગ વડે જવાબ આપ્યો છે. ક્રિસ ગેઇલે ધુંઆધાર બેટીંગ કરતા 38 બોલમાં 67 રનની ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગ દરમ્યાન તેણે લાગલગાટ 3 છગ્ગા લગાવીને પોતાનુ અર્ધશતક નોંધાવ્યુ હતુ. જે તેણે T20માં 2016 બાદ ફીફટી ફટકારી છે. ગેઇલની આ રમતે ફેન્સને મજા લાવી દીધી હતી.

ક્રિસ ગેઇેલ કેરેબિયન ટીમનો સ્ટાર બેટ્સમેન છે. ગેઇલ હવે તેના ફોર્મમાં પરત ફરી ચુક્યો હોવાની રમત રમી બતાવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન એડમ ઝમ્પાની ઓવરમાં સળંગ ત્રણ છગ્ગા ગેઇલે લગાવ્યા હતા. 67 રનની ઇનીંગ દરમ્યાન તેણે 7 છગ્ગા લગાવ્યા હતા, જ્યારે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેનુ અર્ધશતક પણ સળંગ ત્રણ છગ્ગાઓથી પૂરુ થતા જ, તેના ફોર્મની ચર્ચાઓ પર જાણે પૂર્ણ વિરામ લગાવી દીધુ હતું. જોકે આ માટે તેણે હજુ રમતમાં નિરંતરતા દાખવવી પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શરુઆતની બંને મેચોમાં ક્રિસ ગેઇલ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. જ્યારે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પણ 2016ના વર્ષ બાદથી ફીફટી નોંધાવી શક્યો નહોતો. આમ તેની સામે તેની 41 વર્ષની ઉંમર અને મોટી ઇનીંગની નિષ્ફળતાને લઇને ચર્ચાઓ થવા લાગી હતી. પરંતુ ગેઇલ પાસેથી આક્રમક રમતની અપેક્ષા પણ સંતોષાતી નહોતી. આ દરમ્યાન ગેઇલ પોતાના અસલ મિજાજને દર્શાવ્યો હતો.

દમદાર રમત IPL માં જાળવી રાખવાની અપેક્ષા

મેચમાં પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 141 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટઇન્ડીઝ એ 6 વિકેટ ગુમાવીને 142 રનનો લક્ષ્યાંક, માત્ર 14.5 ઓવરમાં જ પાર પાડ્યો હતો. આમ વેસ્ટઇન્ડીઝે શ્રેણીમાં 3-0 થી અજેય લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલીયન બોલરો અને ખાસ કરીને એડમ ઝમ્પાની ઓવરની ગેઇલે ધુલાઇ કરી હતી. ગેઇલની આવી જ રમત જારી રહી હતો. IPL 2021 માં પણ તેની દમદાર રમતનો નજારો ફેન્સને માણવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Cricket: નાની ઉંમરે ડેબ્યૂ કરવાના રેકોર્ડ યાદીમાં આ ક્રિકેટરો નામ નોંધાવ્યા પરંતુ સફળતા હાથ ના લાગી

Next Article