વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે કેમ બનાવવામાં આવ્યો વાઈસ કેપ્ટન? કારણ આવ્યું સામે

દુલીપ ટ્રોફીમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઈસ્ટ ઝોનના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફક્ત 15 વર્ષના આ યુવા સ્ટારને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. જોકે તેને વાઈસ કેપ્ટન બનાવવાનું સાચું કારણ હવે બહાર આવ્યું છે.

વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે કેમ બનાવવામાં આવ્યો વાઈસ કેપ્ટન? કારણ આવ્યું સામે
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Jul 30, 2026 | 9:59 PM

દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીને ઈસ્ટ ઝોનનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે વૈભવ ફક્ત 15 વર્ષનો છે અને તેણે હમણાં જ પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. જોકે, ઈસ્ટ ઝોન પસંદગી સમિતિના સભ્ય પ્રવંજન મલિકે સમજાવ્યું કે વૈભવ સૂર્યવંશીને કેમ વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

વૈભવ સૂર્યવંશીને વાઈસ કેપ્ટન કેમ બનાવાયો?

ઈસ્ટર્ન ઝોન પસંદગી સમિતિના સભ્ય પ્રવંજન મલિકે વૈભવ સૂર્યવંશીને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પાછળનું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું, “વૈભવ સૂર્યવંશીને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં નથી આવ્યો, તેને ફક્ત વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેપ્ટન ઈશાન કિશન છે. ઈશાન કિશન વિકેટકીપર છે, તેથી તે મેચમાં સંપૂર્ણ રીતે સામેલ થશે. વૈભવને જવાબદારી આપીને, અમે તેને વધુ પરિપક્વ બનાવવા માંગીએ છીએ.”

‘એક દિવસ વૈભવ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે’

પ્રવીણ મલિકે આશા વ્યક્ત કરી કે વૈભવ સૂર્યવંશી એક દિવસ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. તેમણે કહ્યું, “સૂર્યવંશીને દુલીપ ટ્રોફીમાં વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપવાની તક મળી છે. અમારું માનવું છે કે યુવા ખેલાડીઓને જવાબદારી સોંપવી જોઈએ. કોણ જાણે છે, એક દિવસ તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. તેને વાઈસ-કેપ્ટશીપ આપવા પાછળ આ જ અમારી વિચારસરણી છે. તે દેશ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને રાજસ્થાન રોયલ્સ માટે તેની IPL સિઝન સારી રહી છે. તે બિહાર રણજી ટીમનો પણ વાઈસ-કેપ્ટન છે.”

લાંબા ફોર્મેટમાં મોટી ઈનિંગની જરૂર છે

વૈભવ સૂર્યવંશી એક મહાન T20 ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ એ પણ સાચું છે કે જેમ-જેમ ફોર્મેટ આગળ વધે છે તેમ-તેમ વૈભવનું પ્રદર્શન ઘટતું જાય છે. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં આઠ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે ફક્ત 207 રન બનાવ્યા છે. તેની સરેરાશ ફક્ત 17.25 છે, અને તેણે ફક્ત એક અડધી સદી ફટકારી છે. સ્પષ્ટપણે, સૂર્યવંશીને રેડ-બોલ ક્રિકેટમાં પોતાની કુશળતા સાબિત કરવાની જરૂર છે.

Breaking News: IPL ઈતિહાસનો સૌથી લાંબો છગ્ગો ફટકારનાર ખેલાડી બન્યો સુપર કિંગ્સનો હેડ કોચ

Published On - 9:59 pm, Thu, 30 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.