ટીમ ઈન્ડિયા આટલા બધા કેચ કેમ છોડી રહી છે? કારણ છે ફક્ત 200 રૂપિયાની કિંમતની આ વસ્તુ

લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા શરુઆતથી મજબુત જોવા મળી રહી હતી પરંતુ જેમ જેમ મેચ આગળ વધી, ટીમ ઈન્ડિયાની ખરાબ ફીલ્ડિંગના કારણે મેચ પર પકડ ઢીલી પડી હતી અને અંતે હાર મળી હતી.

ટીમ ઈન્ડિયા આટલા બધા કેચ કેમ છોડી રહી છે?  કારણ છે ફક્ત 200 રૂપિયાની કિંમતની આ વસ્તુ
| Updated on: Jun 27, 2025 | 11:07 AM

ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડ પ્રવાસની શરુઆત સારી રહી ન હતી. નવા કેપ્ટન અને નવા ખેલાડીઓની ટીમ લીડ્સમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના અનેક કારણેમાંથી એક ટીમ ઈન્ડિયાની ખરાબ કેચ રહ્યા છે. ભારતીય ટીમના યશસ્વી જ્યસ્વાલે બંન્ને ઈનિગ્સમાં અનેક મેચ છોડ્યા હતા પરંતુ કેચિંગ ટેકનીકથી અલગ એક એવી વસ્તુ આનું કારણ છે. જેની કિંમત માત્ર 200 થી 300 રુપિયા છે.

યશસ્વી જ્યસ્વાલે 3 કેચ ડ્રોપ કર્યા

લીડ્સ ટેસ્ટમાં જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી રહી હતી. ક્યારે આવા પ્રદર્શનની આશા પણ ન હતી. જે રીતે શુભમન ગિલની ટીમે કામ કર્યું, ટીમ જીતી શકી નહી. ટીમ ઈન્ડિયા માટે આ હાર ખુબ નિરાશાજનક રહી છે કારણ કે, આ મેચમાં તે અનેક વખત આગળ રહી હતી. ઈંગ્લેન્ડને હરાવી શકતી હતી. પરંતુ પહેલી ઈનિગ્સમાં જ યશસ્વી જ્યસ્વાલે 3 કેચ ડ્રોપ કર્યા હતા. જ્યારે બીજી ઈનિગ્સમાં પણ તેમણે એક મેચ છોડ્યો હતો. આ સિવાય રવિનદ્ર જાડેજા જેવા શાનદાર ફીલ્ડરે પણ આ ભૂલ કરી હતી.

ત્યારબાદ સતત એવા સવાલો ઉઠી રહ્યા છે કે, જ્યસ્વાલ સહિત ભારતીય ફીલ્ડર્સની ટેકનીક ખરાબ છે.શું ફીલ્ડિંગ ટ્રેનિંગમાં કોઈ કમી છે?આ સ્વાભાવિક કારણ હોય શકે છે પરંતુ એખ કારણ તેની અને ભારતના પૂર્વ ક્રિકેટર અને સૌથી શાનદાર ફીલ્ડર રહેલા મોહમ્મદ કેફે ધ્યાન અપાવ્યું છે. આ કારણ છે. હાથમાં લાગેલી બેડેજ ટેપ,કેફે એક વીડિયોમાં જણાવ્યું કે, હાથમાં પટ્ટી બાંધવાનું કારણ કેચ લેવામાં પરેશાની થાય છે.

 

 

કેફના મત પ્રમાણે હાથમાં બાંધેલી આ ટેપ અથવા પટ્ટી સ્પોન્જ જેવું કામ કરે છે, જેના કારણે બોલ ઉછળે છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે હાથ પર પટ્ટી બાંધવાને કારણે આંગળીઓ કડક થઈ જાય છે અને તેમની હિલચાલ મર્યાદિત થઈ જાય છે, જેના કારણે બોલ પકડવો સરળ નથી. કૈફે ભાર મૂક્યો કે બોલ સાથે હાથનું નેચરલ કનેક્શન હોય છે જે જાળવી રાખવું જરુરી છે.

આ માટે લગાવવામાં આવે છે ટેપ

સામાન્ય રીતે ખેલાડીઓને કોઈ ઈજા કે દુખાવો થાય તો ટેપ હાથમાં લગાવવામાં આવે છે. આ કાઈનીસિયો ટેપ કહેવામાં આવે છે. જે દુખાવાને નિયંત્રિત કરવામાં અને સાથે આરામ આપવામાં મદદ મળે છે. આ ટેપથી હાડકાં અને માંસપેશિયઓને સ્થિર રાખવામાં મદદ મળે છે. આ માટે હંમેશા ખેલાડીઓ મેચ દરમિયાન કે પ્રેક્ટિસ દરમિયાન ઈજા બાદ પોતાના હાથ કે પગમાં ટેપ લગાવે છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો