GT vs MI, IPL 2023 Qualifier 2: હાર્દિક પંડ્યા કે રોહિત શર્મા? IPL Final માં કોણ ટકરાશે, આજે થશે ફેંસલો
Gujarat Titans vs Mumbai Indians, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે.
IPL Final માં પહોંચવા માટે આજે 26 મે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત ટક્કર થશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થનારી આ ટક્કર ફાઈનલમાં પહોંચવા માટે છે. ક્વોલિફાયર-1 માં જીત મેળવીને સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલમાં સીધી એન્ટ્રી કરી હતી. ચેન્નાઈ સામે હારનારી ગુજરાત ટાઈટન્સ ટીમ હવે શુક્રવારે ક્વોલિફાયર-2 માં મુંબઈ સામે ઉતરી રહી છે. મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હાર આપી હતી. હવે ગુજરાત પોતાની બીજી સિઝનમાં સળંગ બીજી વાર ફાઈનલમાં પહોંચવા માટેનો ઈરાદો રાખશે.
ગુજરાત ટાઈટન્સ વર્તમાન ચેમ્પિયન છે. તે ફરીથી સળંગ બીજી સિઝનમાં ચેમ્પિયન ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવવા માટે પુરો દમ લગાવશે. આ માટે જોકે સૌથી પહેલા મુંબઈ સામે જીત મેળવવી જરુરી છે. મુંબઈ સામે જીત મેળવીને ગુજરાત ફાઈનલમાં પહોંચી શકે છે. ક્વોલિફાયર -2 માં જીત મેળવનારી ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચશે.
ફાઈનલ માટે ‘મહાજંગ’
હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા ફાઈનલમાં પહોંચવા માટે પૂરો દમ લગાવતા શુક્રવારે અમદાવાદમાં જોવા મળશે. રોહિત શર્મા 5 વાર મુંબઈની ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. હવે તેની પાસે છઠ્ઠી વાર ચેમ્પિયન બનવાનો મોકો છે. આ માટે તેણે ખરા સમયે ટીમને વાપસી અપાવી છે. સંઘર્ષની સ્થિતી વચ્ચે ટીમને પ્લેઓફમાં પહોંચાડી અને ત્યાર બાદ હવે ટીમને ફાઈનલથી માત્ર એક જ ડગલાના અંતરે નજીક લાવી દીધી છે. આવી સ્થિતીમાં મુંબઈનો જુસ્સો હાઈ છે. મુંબઈને એલિમિનેટર મેચમાં એક મેચ વિનર ખેલાડી આકાશ મેઘવાલના રુપમાં મળી ચૂક્યો છે. જ્યારે ગુજરાતે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરીને મોટી ભૂલ કરી દીધી હતી. જે હવે શુક્રવારે સુધારવા માટે પ્રયાસ કરશે.
મુંબઈનો સંઘર્ષ સિઝનમાં ખૂબ જ ઉતાર ચડાવ વાળો રહ્યો છે. પરંતુ હવે રોહિતની સેના ફરીથી જૂના અંદાજમાં જોવા મળી છે. કેમરન ગ્રીન, ટિમ ડેવિડ અને સૂર્યાકુમાર યાદવ પડકાર સામે સારુ પ્રદર્શન કરી રહ્યા છે. આમ તેઓ ગુજરાતના બોલર્સને માટે પડકારી બની શકે છે. જ્યારે ગુજરાત ટાઈટન્સનો યુવા ઓપનર શુભમન ગિલ અને વિજય શંકર શાનદાર ફોર્મમાં છે, જે બંને મુંબઈ માટે ભારે પડી શકે છે.
Gujarat Titans returned home ahead of Friday’s big fixture against Mumbai Indians 🙌
Travelling with the Titans is always a joyride and over the course of this season, we’ve had some memorable rides. Here are some exclusive glimpses from our private charter journeys this season… pic.twitter.com/t21W1kHj5i
— Gujarat Titans (@gujarat_titans) May 25, 2023
શુભમન ગિલના બેટથી સિઝનમાં સતત રન નિકળતા રહ્યા છે. સિઝનમાં ગિલે 2 શાનદાર સદી નોંધાવી છે. સિઝનમાં 15 મેચ રમીને 4 અડધી સદી પણ નોંધાવી છે અને આ સાથે 722 રન નોંધાવ્યા છે. ગિલ ઓરેન્જ કેપથી માત્ર 9 રન દૂર છે, હાલમાં ઓરેન્જ કેપ આસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસી પાસે છે અને તેની ટીમ લીગ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. વિજય શંકર સિઝનમાં 12 મેચ રમીને 301 રન નોંધાવી ચુક્યો છે.