શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં ટી20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો

ટી20 વર્લ્ડકપ 2026 માટે સિલેક્ટર્સે સંજુ સેમસન ઉપર વિશ્વાસ મુક્યો છે. તે પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. તે એશિયા કપનો ખિતાબ જીતનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે.

શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં ટી20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો
| Updated on: Dec 22, 2025 | 1:53 PM

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. સિલેક્ટર્સે આગામી ટૂર્નામેન્ટ માટે સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. સંજુ સેમસન ટી20 વર્લ્ડકપ 2026માં ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ વર્ષ 2025માં સંજુ સેમસન કે શુભમન ગિલ બંન્નેમાંથી કોણે સૌથી વધારે રન બનાવ્યા છે.

સંજુએ 2025માં T20Iક્રિકેટમાં 222 રન બનાવ્યા

સંજુ સેમસને વર્ષ 2025માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 15 મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 222 રન આવ્યા છે. આ દરમિયાન તેમણે એક અડધી સદી પણ ફટકારી છે. તેમજ તેનો હાઈએસ્ટ સ્કોર 56 રન રહ્યો છે. તેમણે આ અડધી સદી એશિયા કપ 2025માં ઓમાન વિરુદ્ધની મેચમાં ફટકારી હતી. ત્યારે ટીમ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી હતી. તેમણે ટીમનો સ્કોર 188 રન સુધી પહોંચાડ્યો હતો.

ગિલે વર્ષ 2025માં ટી20 ક્રિકેટમાં એક પણ અડધી સદી ફટકારી નથી

બીજી બાજુ ગિલે વર્ષ 2025માં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તે પોતાની સારી રમત દેખાડી શક્યો નહી. તેમણે વર્ષ 2025માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટની 15 મેચમાં કુલ 291 રન બનાવ્યા છે. જેમાં એક પણ અડધી સદી સામેલ નથી. તેની સાથે ઓપનિંગ કરનાર અભિષેક શર્માએ રનનો ઢગલો કર્યો છે. ગિલે વર્ષ 2025માં ટી20 ક્રિકેટમાં એક પણ અડધી સદી ફટકારી નથી

ગિલે વર્ષ 2025માં ટી20માં સંજુ સેમસનથી વધારે રન બનાવ્યા

શુભમન ગિલ (291 રન) ભલે ફ્લોપ રહ્યો હોય, પરંતુ તે 2025માં T20I ક્રિકેટમાં સંજુ સેમસન (222 રન) કરતાં 69 રન વધુ બનાવવામાં સફળ રહ્યો. જોકે 2025માં T20I ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી.

સંજુ સેમસને ભારતીય ટીમ માટે ટી20 ક્રિકેટમાં વર્ષ 2015માં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તે ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેમણે ટીમ ઈન્ડિયા માટે 52 ટી20 મેચમાં કુલ 103 રન બનાવ્યા છે. જેમાં તેના બેટમાંથી 3 સદી અને 3 અડધી સદી આવી છે. તે પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમશે.

 

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો