તમારે લાઈવ જોવો છે મુંબઈમાં T20 વિશ્વકપ વિજેતા ટીમનો રોડ શો ? તો જુઓ અહીં

|

Jul 04, 2024 | 2:43 PM

ભારતીય ક્રિકેટ ટીમ આજે વહેલી સવારે બાર્બાડોસથી ભારત પહોંચી છે. ત્યારબાદ ટીમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. તેમજ ભારતીય ટીમના ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. હવે મુંબઈમાં ટીમના રોડની ચાહકો રાહ જોઈ રહ્યા છે.

તમારે લાઈવ જોવો છે મુંબઈમાં T20 વિશ્વકપ વિજેતા ટીમનો રોડ શો ? તો જુઓ અહીં

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસમાં છેલ્લા કેટલાક દિવસથી ફસાઈ હતી. આજે ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી જ્યાં ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ટીમ હોટલે પહોંચી અને ત્યાંથી ટીમ સહિત જય શાહ અને રોજર બન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમની જીતથી આખા દેશમાં દિવાળી જેવો માહૌલ જોવા મળ્યો હતો.

આજે ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ માટે રવાના થયા હતા. ટીમ આજે વાનખેડે સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે, આ સિવાય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?

 

 

અહિ રોડ શો લાઈવ જોઈ શકાશે

ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે ક્રિકેટ ચાહકોએ કોઈ તક છોડી ન હતી. ચાહકો દિલ્હી એરપોર્ટ પર પણ ટીમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. હવે મુંબઈમાં રોડ શોની સૌ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે, તો જો તમે પણ ઘરે બેસી આ રોડ શો લાઈવ જોવા માંગો છે. તો તમે સ્ટાર સ્પોર્ટસ પર ટીમ ઈન્ડિયાનો રોડ શો લાઈવ જોઈ શકો છે. તેમજ રોડ શો તમે સ્ટાર સ્પોર્ટસની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકો છો, જો તમે ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના પળેપળેના અપટેડ જાણવા છે તો તમે ટીવી9 ગુજરાતીની વેબસાઈટ પણ જોઈ શકો છો.

 

 

મુંબઈમાં ખેલાડીઓના સ્વાગતથી લઈ રોડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે અને હવે બસ રાહ જોવાય રહી છે તો તે છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની.

Next Article