ક્રિકેટમાં ટાઈમ આઉટ સિવાય આવી વિચિત્ર રીતે પણ ક્રિકેટર્સ થયા છે આઉટ, જુઓ વીડિયો
ક્રિકેટમાં 11 પ્રકારે બેટ્સમેન આઉટ થતા હોય છે. દિલ્હીમાં રમાયેલી બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચમાં શ્રીલંકન ખેલાડી મેથ્યૂઝ પહેલીવાર ક્રિકેટમાં ટાઈમ આઉટ થયો હતો. ક્રિકેટમાં ટાઈમ આઉટ સિવાય એવા બીજા બે પ્રકાર છે, જેમાં બેટ્સમેન વિચિત્ર રીત આઉટ થાય છે.

obstructing the field
ક્રિકેટની રમત જેટલી સરળ લાગે છે, તેના નિયમો પણ એટલા જ જટિલ છે. આજે પણ લોકો આ રમતના ઘણા નિયમો નથી જાણતા. આમાંનો એક નિયમ છે ‘હેન્ડલ ધ બોલ’. તે બેટ્સમેનોને આઉટ આપવાની પણ એક રીત છે. 2017માં, ICCએ તેને ઓબ્સ્ટ્રકટિંગ ધ ફીલ્ડના નિયમોમાં સામેલ કર્યું. શ્રીલંકાનો ખેલાડી મેથ્યૂઝ ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ચાલો જાણીએ કે ક્રિકેટમાં ‘હેન્ડલ ધ બોલ’ અને ‘ઓબ્સ્ટ્રકટિંગ ધ ફીલ્ડ’ આઉટ થનાર પહેલા ખેલાડી કોણ હતા.
ક્રિકેટમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ એટલે શું ?
- રમતી વખતે હાથ વડે જો બેટ્સમેન ઈરાદાપૂર્વક બોલને પકડવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરે તો તેને ઓબ્સ્ટ્રકટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ કરી શકાય છે.
- ક્રિકેટ જગતમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનારો સૌપ્રથમ ખેલાડી પાકિસ્તાનનો રમીઝ રાજા હતો. તે 1987માં કરાંચીમાં ઈંગ્લેન્ડ સામે આ રીતે આઉટ થયો હતો.
- ભારતનો મોહિન્દર અમરનાથ 1989માં અમદાવાદમાં રમેયલી વન ડેમાં શ્રીલંકા સામે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થયો હતો.
ક્રિકેટમાં હેન્ડલ ધ બોલ એટલે શું ?
- કાયદા 33 મુજબ, જો કોઈ બેટ્સમેન બોલ રમ્યા પછી તેના બેટ અથવા હાથ વડે ઈરાદાપૂર્વક બોલની દિશા બદલવાનો પ્રયાસ કરે છે, તો તેને આઉટ આપવામાં આવે છે.
- જો બેટ્સમેન ઈજાથી બચવા માટે પોતાના હાથના બેટથી બોલને રોકે છે, તો તેને નોટઆઉટ જાહેર કરવામાં આવશે. જેમ કે રન આઉટ, જો બેટ્સમેન આ રીતે આઉટ થાય તો બોલરને તેનો શ્રેય મળતો નથી.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 બેટ્સમેન બોલ હેન્ડલ કરવાના કારણે આઉટ થયા છે.
- સાઉથ આફ્રીકાનો ડેરિલ કુલિનન ક્રિકેટમાં બોલ હેન્ડલ કરવાના કારણે આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો હતો.
આ પણ વાંચો: મેથ્યુઝ નહીં ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત, જાણો ટીમ ઈન્ડિયાનો આ મજેદાર કિસ્સો
