
ભારતીય ટીમના ફાસ્ટ બોલર હવે જિમથી વધારે મેદાન પર દોડતા જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ નિર્ણય ફાસ્ટ બોલરની ફિટનેસને ધ્યાનમાં લઈ લીધો છે. સાથે આ ખેલાડીઓને બ્રોન્કો ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટને પાસ કર્યા બાદ ફાસ્ટ બોલરોને ટીમમાં સ્થાન મળશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફાસ્ટ બોલરો વધારે ઈજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. બ્રોન્કો ટેસ્ટ પાસ કરનાર ખેલાડીઓને 6 મિનિટની અંદર આ રેસ પુરી કરવાની રહેશે.
BCCIએ ફાસ્ટ બોલરની ફિટનેસને વધારે સુંદર બનાવવા માટે બ્રોન્કો ટેસ્ટ શરુ કર્યો છે. જેનાથી તે જિમમાં સમય પસાર કરવાને બદલે મેદાનમાં વધારે દોડી શકે. રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સિલેન્સ (COE)માં બ્રોન્કો ટેસ્ટની શરુઆત થઈ ચૂકી છે બ્રોન્કો ટેસ્ટમાં એક ખેલાડીને 20 મીટર શટલ દોડથી શરુ કરવાની રહેશે. ત્યારબાદ 40 થી 60 મીટરની દોડ લગાવવાની રહેશે, આ બધા માટે એક સેટ બનાવવામાં આવશે.
એક ખેલાડીએ આવા પાંચ સેટ (કુલ 1200 મીટર) રોકાયા વિના પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટરોને બ્રોન્કો ટેસ્ટ 6 મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.આ પહેલા 2 કિલોમીટરના ટાઈમ ટ્રાયલમાં ફાસ્ટ બોલરો માટે ધોરણ 8 મિનિટ 15 સેકન્ડ હતું, જ્યારે બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરો માટે તે 8 મિનિટ 30 સેકન્ડ હતું. ઈંગ્લેન્ડ પ્રવાસ પર, મોહમ્મદ સિરાજ સિવાયના બધા ફાસ્ટ બોલરો તેમની ફિટનેસ અંગે ચિંતિત હતા.
અહેવાલો અનુસાર, સ્ટ્રોન્થ અને કન્ડીશનીંગ કોચ એડ્રિયન લી રુએ બ્રોન્કો ટેસ્ટ સૂચવ્યો હતો. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેની સાથે સંમતિ આપી હતી. લે રોક્સ ઈચ્છતા હતા કે, ફાસ્ટ બોલર જિમમાં વધારે ધ્યાન આપવાને બદલે વધારે દોડ લગાવે, કારણ કે, મોટા ભાગના ખેલાડીઓ દોડથી વધારે જિમમાં વધારે સમય પસાર કરી રહ્યા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફાસ્ટ બોલર આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિત અનેક બોલરોને બોલિંગ કરવામાં મુશ્કેલીઓ આવતી હતી.
આ દરમિયાન જસપ્રીત બુમરાહ માત્ર 3 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. મોહમ્મદ સિરાજ 5 ટેસ્ટ મેચ રમવામાં સફર રહ્યો હતો.જેને જોઈ બ્રોન્કો ટેસ્ટની શરુઆત કરવામાં આવી છે. આ ટેસ્ટ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા યો-યો ટેસ્ટ ઉપરાંત છે. અહેવાલો અનુસાર, કેટલાક ખેલાડીઓએ બેંગ્લોર સ્થિત COE ખાતે બ્રોન્કો ટેસ્ટ આપી દીધો છે.