AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઇન્ડિઝના તોફાની વિકેટકીપરનુ નિધન, બળવા અને ડ્ગ્સે ખતમ કરી દીધી હતી કારકિર્દી

ડેવિડ મરે મહાન ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેન સર એવર્ટન વીક્સનો પુત્ર હતો પરંતુ તે ક્યારેય તેના પિતાની જેમ ઊંચાઈને સ્પર્શી શક્યો ન હતો.

વેસ્ટ ઇન્ડિઝના તોફાની વિકેટકીપરનુ નિધન, બળવા અને ડ્ગ્સે ખતમ કરી દીધી હતી કારકિર્દી
David Murray સર એવર્ટન વીક્સના પુત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 8:03 AM
Share

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થોડા દિવસોમાં શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા વિન્ડીઝ ક્રિકેટમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન સર એવર્ટન વીક્સના પુત્ર ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ડેવિડ મરેનું નિધન થયું છે. મુરે 72 વર્ષના હતા. મરેએ બાર્બાડોસમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. મરે 1970ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે પણ મરેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મરેએ 1973માં ઓડીઆઈ ફોર્મેટમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1978માં 5 વર્ષ પછી તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. ડેવિડ મરેને એક ઉત્તમ વિકેટકીપર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે બેટથી બહુ અસરકારક ન હતો. આવી સ્થિતિમાં તે ક્યારેય વિન્ડીઝ ટીમમાં નિયમિત જગ્યા બનાવી શક્યો નથી. તે સમયે, ડેરિક મરે અને બાદમાં જેફ ડુજોને બેટિંગમાં પણ યોગદાન આપતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

નશાની આદતથી હાલત બગડી

જો કે, ડેવિડ મરેની કારકિર્દી માત્ર બે ઉત્તમ વિકેટકીપરોને કારણે ટૂંકી ન હતી, પરંતુ તેની ઘણી ભૂલોને કારણે પણ મરેની કારકિર્દી ક્યારેય તેજી ન કરી શકી. માત્ર 13 વર્ષની ઉંમરે, તેણે ગાંજાનું સેવન કરવાનું શરૂ કર્યું, જે તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન પણ ચાલુ રહ્યું. ટેસ્ટ ડેબ્યુ પછી, ભારતના પ્રવાસ પર, તે મુંબઈમાં હોટલના વેઈટર્સ દ્વારા ઘણી વખત ગાંજો મંગાવતો હતો.

બળવાથી તેની કારકિર્દીનો અંત આવ્યો

ધીરે-ધીરે, મરેની કારકિર્દીમાં ખટાશ આવવા લાગી અને પછી 1983માં તેણે કંઈક એવું કર્યું જેનાથી મરેની કારકિર્દીનો સંપૂર્ણ અંત આવી ગયો. વિન્ડીઝ ટીમમાં તક ન મળવાને કારણે મરેએ બળવાખોર ક્રિકેટમાં સમર્થન માંગ્યું હતું. રંગભેદની નીતિઓને કારણે ક્રિકેટ સહિત તમામ પ્રકારની રમતોમાં દક્ષિણ આફ્રિકાનો વૈશ્વિક બહિષ્કાર ચાલી રહ્યો હતો. આમ છતાં મરે સહિત ઘણા ખેલાડીઓ તગડી રકમ લઈને દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ બળવા માટે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

નશાની આદત હંમેશા અકબંધ રહી અને આ આદતોને કારણે તેનું બાકીનું જીવન ગરીબીમાં પસાર થયું, જ્યાં તે ડ્રગ્સ વેચતો પણ જોવા મળ્યો. મરેએ વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 19 ટેસ્ટ રમી જેમાં તેણે 601 રન બનાવ્યા. આ સાથે જ ખાતામાં 57 કેચ અને 5 સ્ટમ્પિંગ આવ્યા.આ સિવાય તેણે 10 વનડેમાં માત્ર 45 રન બનાવ્યા અને 16 કેચ લીધા.

g clip-path="url(#clip0_868_265)">