T20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો માસ્ટર સ્ટ્રોક, 2 વર્ષ જૂની ભૂલ સુધારી
ભૂલો થાય છે પરંતુ, ભૂલોમાંથી શીખવું અને તેને સુધારવું મહત્વપૂર્ણ છે. જેમ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે કર્યું હતું. તેમણે બે વર્ષ પહેલા કરેલી ભૂલને સુધારવાનો પ્રયાસ કર્યો છે અને જો T20 વર્લ્ડ કપ 2024 ના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, આ એક માસ્ટર સ્ટ્રોક છે.

એવું કહેવાય છે કે ક્યારેય નહીં કરતાં મોડું સારું છે. તો સમજી લો કે વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમે પણ આ જ કાર્યક્ષમતા બતાવી છે. કેરેબિયન ટીમે હવે બે વર્ષ પહેલા કરેલી ભૂલ સુધારી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સમયસર ભાનમાં આવ્યું અને આન્દ્રે રસેલને T20 ટીમમાં પાછો બોલાવ્યો. વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામેની 5 T20 મેચોની હોમ સિરીઝ માટે તેની ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપના દૃષ્ટિકોણથી માસ્ટર સ્ટ્રોક
આન્દ્રે રસેલની વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમમાં વાપસીનો અર્થ એ છે કે હવે 1000 રન અને 50 વિકેટનો લેન્ડમાર્ક પૂર્ણ થશે. 2023ની છેલ્લી ડોમેસ્ટિક T20 સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે રમવા માટે પસંદ કરાયેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સૌથી મોટા સમાચાર આન્દ્રે રસેલના ટીમમાં સ્મેલ થવાના છે. પરંતુ, આ સિવાય કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમની પસંદગીને T20 વર્લ્ડ કપ 2024ના દૃષ્ટિકોણથી માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહી છે.
આન્દ્રે રસેલની વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં વાપસી
આન્દ્રે રસેલ હાલમાં અબુ ધાબીમાં રમાઈ રહેલી T10 લીગમાં રમી રહ્યો હતો, જ્યાં તેની ટીમ ડેક્કન ગ્લેડીયેટર્સને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ અઠવાડિયે આન્દ્રે રસેલ બાર્બાડોસમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે જોડાશે છે. ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20 13 ડિસેમ્બરે બ્રિજટાઉનમાં રમાશે.
Squad revealed for West Indies T2️⃣ 0️⃣I Series vs England#WIHomeforChristmas #WIvENG pic.twitter.com/b5Cs9wYeC7
— Windies Cricket (@windiescricket) December 9, 2023
અનેક સ્ટાર ખેલાડીઓનો કર્યો સમાવેશ
આન્દ્રે રસેલ ઉપરાંત મેથ્યુ ફોર્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ગુડાકેશ મોતી અને શરફાન રધરફોર્ડને પણ ટીમમાં જગ્યા મળી છે. નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર પણ T20 ટીમમાં પુનરાગમન કરવામાં સફળ થયા છે. શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ, અલઝારી જોસેફ, અકીલા હોસીન, બ્રાન્ડોન કિંગ, રોમારિયો શેફર્ડ અને કાયલ માયર્સ ટીમના અન્ય મહત્વપૂર્ણ સભ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમનો કેપ્ટન રોવમેન પોવેલ હશે. જ્યારે શાઈ હોપને તેના વાઇસ કેપ્ટન બનવવામાં આવ્યો છે.
1000 રન અને 50 વિકેટ પૂર્ણ કરવાનો મોકો
આન્દ્રે રસેલે 21 એપ્રિલ 2011થી 6 નવેમ્બર 2021 વચ્ચે T20 ઈન્ટરનેશનલની 67 મેચોની 57 ઈનિંગમાં 741 રન બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન તેના નામે 39 વિકેટ છે. હવે જો તે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં 259 રન અને 11 વિકેટ લે છે તો વેસ્ટ ઈન્ડિઝના આ ઓલરાઉન્ડરના નામે 1000 રન અને 50 વિકેટ બંને થઈ જશે.
આ પણ વાંચો: જ્યાં કોઈ નથી પહોંચ્યું, ત્યાં વર્ષ 2023માં પહોંચી ગયો વિરાટ કોહલી!
