Video: પાકિસ્તાનના યાસિર શાહે ફેક્યો ‘બોલ ઓફ ધ સેંચુરી’, શેન વોર્ન સાથે થઇ રહી છે સરખામણી

|

Jul 19, 2022 | 1:58 PM

Cricket : શ્રીલંકા અને પાકિસ્તાન (SL vs PAK) વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં લેગ સ્પિનર ​​યાસિર શાહે (Yasir Shah) પોતાની જાદુઈ સ્પિનથી કુસલ મેન્ડિસને બોલ્ડ કર્યો હતો. આ બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' કહેવામાં આવી રહ્યો છે.

Video: પાકિસ્તાનના યાસિર શાહે ફેક્યો બોલ ઓફ ધ સેંચુરી, શેન વોર્ન સાથે થઇ રહી છે સરખામણી
Yasir Shah (PC: Twitter)

Follow us on

સોમવારે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પાકિસ્તાન (Pakistan Cricket Team) ના લેગ-સ્પિનર ​​યાસિર શાહ (Yasir Shah) ની બોલે શ્રીલંકાના ટોચના ક્રમના બેટ્સમેન કુસલ મેન્ડિસ (Kusal Mendis) ને આશ્ચર્યચકિત કરી દીધા હતા. યાસિર શાહના આ બોલને ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ (Ball of Century) કહેવામાં આવી રહ્યો છે. તો ઘણા લોકો તેની સરખામણી ઓસ્ટ્રેલિયન સ્પિન જાદુગર શેન વોર્ન (Shane Warne) ને 1993 માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે માઈક ગેટિંગની ડિલિવરી સાથે કરી રહ્યા છે. જોકે શેન વોર્ન હવે આ દુનિયામાં નથી રહ્યા.

20મી સદીમાં શેન વોર્ને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ ફેક્યો હતો. ત્યારે પાકિસ્તાનના 36 વર્ષીય અનુભવી સ્પિનર ​​યાસિર શાહે 21મી સદીમાં પોતાની અદ્ભુત લેગ-સ્પિન બોલિંગથી કંઈક આવું જ કર્યું છે. યાસિર શાહે જમણા હાથના બેટ્સમેન કુસલ મેન્ડિસને 76 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

29 વર્ષ પહેલાં માન્ચેસ્ટરમાં શેન વોર્નના બોલની જેમ યાસિર શાહની ડિલિવરી લેગ-સ્ટમ્પની બહાર પિચ થઈ અને પછી ઝડપથી બોલે ટર્ન લીધો અને મેન્ડિસનો ઑફ-સ્ટમ્પ ઉડાડી દીધો હતો.

 

 

ICC ના કોમેન્ટેટર્સે તરત જ યાસિર શાહના બોલની સરખામણી શેન વોર્નના બોલ સાથે કરવાનું શરૂ કર્યું હતું. જેણે ગેટિંગને આઉટ કર્યો હતો. શેન વોર્નની આકર્ષક ડિલિવરી એક શાનદાર બોલ હોવા છતાં યાસિર ચોક્કસપણે તેની નજીક આવી ગયો છે.

 

 

શ્રીલંકાએ ગાલેમાં પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાન સામે 341 રનની લીડ મેળવી હતી. યજમાન ટીમ બીજા દાવમાં 337/9 પર બેટિંગ કરી રહી છે. જેમાં દિનેશ ચાંદીમલ 94 રન બનાવીને અણનમ રહ્યો છે.

Next Article