Wasim Jaffer એ એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમની પસંદગી કરી

|

May 20, 2022 | 5:07 PM

T20 World Cup : આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. વસીમ જાફરે હાર્દિક પંડ્યાનો પણ ટીમ ઇન્ડિયામાં સમાવેશ કર્યો.

Wasim Jaffer એ એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમની પસંદગી કરી
Wasim Jaffer (PC: Twitter)

Follow us on

આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની તૈયારીઓના સંદર્ભમાં આગામી કેટલાક મહિનાઓ ભારત માટે નિર્ણાયક રહેશે. ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા (Team India) પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારીને સુપર 12 સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ભારતીય ટીમે પાંચ લીગ મેચોમાં કુલ 3 વિજય મેળવ્યા હતા. આગામી વર્લ્ડ કપ પહેલા એશિયા કપ (Asia Cup 2022) ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા અથવા તેમનું ફોર્મ પાછું મેળવવા માટે એક સારું પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે.

ક્રિકેટ જગતમાં આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) અને સ્થાનિક ક્રિકેટમાં પણ તેમના ફોર્મના આધારે આગામી ટુર્નામેન્ટમાં કોને તક આપવી જોઈએ તે અંગે અટકળો ચાલી રહી છે. હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફર (Wasim Jaffer) એ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

વસીમ જાફરે હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની ટીમમાં પણ જગ્યા આપી છે

વસીમ જાફર (Wasim Jaffer) એ એક ક્રિકેટ વેબ સાઇટના એક ક્રિકેટ શો ‘Not Just Cricket’ માં જણાવ્યું હતું કે, “એશિયા કપમાં પસંદગીકારો એવા ખેલાડીઓને પસંદ કરવા માંગતા નથી જેઓ વર્લ્ડ કપ માટે સેટ અપમાં નથી અને તમારે કોઈપણ ફેરફાર વિના તેમને ટેકો આપવાની જરૂર છે.”

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતીય ટીમમાં મોહમ્મદ શમી અને દીપક ચહર વચ્ચે પસંદગી થશે અને તે જોવાનું બાકી છે કે શું દીપક ચહર ટૂર્નામેન્ટ પહેલા સંપૂર્ણ ફિટનેસ મેળવે છે કે નહીં. બેકઅપ વિકલ્પ તરીકે તમે આ ટીમમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પૃથ્વી શૉ અને રાહુલ ત્રિપાઠીને પસંદ કરી શકો છો. પછી નટરાજન પણ તે દાવેદારોમાંથી એક હશે.”

એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે જાફરની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

કેએલ રાહુલ, રોહિત શર્મા (સુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ.

ટીમના અન્ય સભ્યો: રૂતુરાજ ગાયકવાડ, દિનેશ કાર્તિક/સંજુ સેમસન, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, મોહમ્મદ શમી/દીપક ચાહર

બેકઅપ પ્લેયર્સ: પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, ટી નટરાજન.

Next Article