Breaking News : IND vs NZ લાઈવ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ખેલાડી ઈજાગ્રસ્ત થઈ મેદાન છોડ્યું

IND vs NZ 1st ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. લાઈવ મેચ દરમિયાન એક ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થયો, જેના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી.

Breaking News : IND vs NZ લાઈવ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ખેલાડી ઈજાગ્રસ્ત થઈ મેદાન છોડ્યું
| Updated on: Jan 11, 2026 | 9:37 PM

વડોદરાના કોટ્ટામ્બી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પહેલાથી જ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ચૂક્યો છે. હવે શ્રેણીની પહેલી મેચ દરમિયાન ટીમનો વધુ એક મહત્વનો ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બોલિંગ દરમિયાન પીઠમાં મચકોડ આવી હતી. પાંચમી ઓવર દરમિયાન સ્પિન બોલિંગ કરતી વખતે તેને અચાનક દુખાવો થયો, જેના કારણે તે મેદાન પર નીચે ઝૂકી ગયો. દુખાવો વધતા સપોર્ટ સ્ટાફ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યો.

અવેજી ફિલ્ડરને ઉતારવામાં આવ્યો

થોડા સમય સુધી સારવાર મળ્યા બાદ વોશિંગ્ટન સુંદર મેદાન છોડી ગયો હતો અને તેના સ્થાને અવેજી ફિલ્ડરને ઉતારવામાં આવ્યો હતો. હાલ તેને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને ડોકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

વોશિંગ્ટન સુંદરની ઈજા ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક બની શકે છે, કારણ કે તે ટીમનો મુખ્ય સ્પિન ઓલરાઉન્ડર છે. તેની ઓફ-સ્પિન સાથે નીચલા ક્રમની બેટિંગ ટીમને સંતુલન પૂરું પાડે છે. મેચ દરમિયાન તેણે ફક્ત પાંચ ઓવર ફેંકી 27 રન આપ્યા હતા અને કોઈ વિકેટ મેળવી શક્યો નહોતો.

હેનરી નિકોલ્સે 62 રનનું યોગદાન આપ્યું

આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 300 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. ડેવોન કોનવેએ 56 રનની ઉપયોગી ઇનિંગ રમી, જ્યારે હેનરી નિકોલ્સે 62 રનનું યોગદાન આપ્યું. ડેરિલ મિશેલે શાનદાર 84 રનની ઇનિંગ રમી અને અંતે ક્રિશ્ચિયન ક્લાર્કે 24 રન બનાવીને ટીમને 300 રન સુધી પહોંચાડી.

ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં બાંગ્લાદેશી કનેક્શન, BCCI-BCB વિવાદ વચ્ચે ICCનો ચોંકાવનારો નિર્ણય

Published On - 9:35 pm, Sun, 11 January 26