
ટી20 વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ-સીમાં જોડાયેલ અને 2 વખત ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકેલી ઇંગ્લેન્ડની ટીમ 8 ફેબ્રુઆરીએ નેપાળ સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે, જે માટે તેમણે પોતાની પ્લેઈંગ 11 (Playing 11) જાહેર કરી દીધી છે. ઇંગ્લેન્ડની નજર આ ટૂર્નામેન્ટની શરૂઆત ધમાકેદાર જીત સાથે કરવા પર રહેશે, જેથી તેઓ પણ ખિતાબ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી શકે.
નેપાળ સામેની મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11ની વાત કરીએ તો, તેમણે 5 બોલરોને ટીમમાં સ્થાન આપ્યું છે, જેમાં ત્રણ સ્પિનર અને 2 ઝડપી બોલરોનો સમાવેશ થાય છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાંની પિચ હંમેશા બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બોલરો પર વધારાનું દબાણ રહેશે.
YOUR FIRST ENGLAND TEAM OF THE ICC MEN’S @T20WorldCup 2026 pic.twitter.com/8Betxj0BGT
— England Cricket (@englandcricket) February 7, 2026
ઈંગ્લેન્ડે આ બાબતને ધ્યાનમાં રાખીને જ તેમના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને મેચમાં રમાડવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત બીજા ફાસ્ટ બોલર તરીકે લ્યુક વુડનું નામ જોડવામાં આવ્યું છે. બીજીબાજુ સ્પિનરોની વાત કરવામાં આવે તો તેમાં આદિલ રશીદ, લિયમ ડોસન અને વિલ જેક્સના નામ સામે આવ્યા છે.
ઈંગ્લેન્ડની ટીમના બેટિંગ ઓર્ડર વિશે વાત કરવામાં આવે તો, પ્લેઈંગ 11માં એકથી એક ચઢિયાતા આક્રમક બેટ્સમેનો છે, જેમાં ઓપનિંગની જવાબદારી ફિલ સોલ્ટ અને જોસ બટલર સંભાળતા જોવા મળશે.
આ બંને ખેલાડીઓની ગણતરી ટી20 ક્રિકેટના સૌથી આક્રમક બેટ્સમેનોમાં થાય છે. આ ઉપરાંત ટીમમાં જેકબ બેથલ, ટોમ બેન્ટન અને કેપ્ટન હેરી બ્રુકનું નામ પણ છે. વધુમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે સેમ કરનને ટીમમાં સ્થાન મળ્યું છે.